News Continuous Bureau | Mumbai
World Environment Day : પ્લાસ્ટિક પ્રદૂષણ હવે આપણા ભોજન અને પાણીમાં પણ પ્રવેશી રહ્યું છે, ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે, આ સમસ્યા સામે જનજાગૃતિ લાવવા અનોખો પ્રયાસ કરાયો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં 12 ફૂટ જેટલી ઊંચી પાણીની બોટલ જેવો આકાર ધરાવતી અનોખી કૃતિની રચના કરવામાં આવી છે, જેમાં પ્લાસ્ટિક કચરો ભરેલો છે. આ કૃતિનો મુખ્ય હેતુ છે – લોકોને એ વાત સમજાવવાનો કે “તમે જે ફેંકો છો, તે તમે ફરીથી પીવો છો.” તો ચાલો, જાણીએ આ અનોખી પહેલ વિશે…
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ, કોમર્સ ક્રોસ રોડ, ગુજરાત યુનિવર્સિટી અને સિંધુ ભવન રોડ જેવા વિસ્તારોમાં 9થી 12 ફૂટ ઊંચી પાણીની બોટલના આકારની કળાકૃતિઓ સ્થાપિત કરાઈ છે. આ કળાકૃતિઓની ખાસ વાત એ છે કે તેની અંદર યુઝ્ડ પ્લાસ્ટિકનો કચરો ભરવામાં આવ્યો છે. જે એવો સંદેશ આપે છે કે આપણા દ્વારા ફેંકાયેલું પ્લાસ્ટિક ફરીથી કેવી રીતે માઇક્રોપ્લાસ્ટિક્સના રૂપમાં માનવ ખાદ્ય શૃંખલામાં પાછું આવે છે.
આ સમાચાર પણ વાંચો :World Environment Day : સ્વચ્છ અને હરિયાળી શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રીએ દિલ્હીમાં ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી
આ કળાકૃતિનું નિર્માણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ખાનગી એજન્સી દ્વારા કરવામાં આવ્યું છે. પ્લાસ્ટિક ઠેર ઠેર ફેલાઈ ગયું છે. ખેતરો, પાણીના સ્ત્રોત જેવા અનેક માધ્યમથી આપણા શરીરમાં પ્રવેશે છે.
અમદાવાદના નાગરિકોએ પણ આ અભિયાનને દિલથી આવકાર્યું છે. આ કળાકૃતિઓનો હેતુ અર્થપૂર્ણ સંવાદની શરૂઆતનો છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.