Dipika Kakar Health Update: કેન્સર સર્જરી બાદ દીપિકા કક્કડ નો પહેલો વિડીયો આવ્યો સામે, પતિ શોએબ એ અભિનેત્રી ની તબિયત વિશે કરી વાત

Dipika Kakar Health Update: ટીવી અભિનેત્રી દીપિકા કક્કડ ઇબ્રાહિમ સર્જરી બાદ પહેલીવાર કેમેરા સામે આવી, પતિના વ્લોગમાં આપ્યું હેલ્થ અપડેટ

by Zalak Parikh
Dipika Kakar gets emotional in first video after cancer surgery

News Continuous Bureau | Mumbai 

Dipika Kakar Health Update: ટીવી જગતની જાણીતી અભિનેત્રી દીપિકા કક્કડ એ તાજેતરમાં સ્ટેજ 2 લીવર કેન્સર ની સર્જરી કરાવી છે. સર્જરી બાદ પહેલીવાર તે પતિ શોએબ ઇબ્રાહિમ ના વ્લોગ માં જોવા મળી હતી. દીપિકાએ આ મુશ્કેલ સમય દરમિયાન મળેલા પ્રેમ અને પ્રાર્થના  માટે સૌનો આભાર માન્યો. તેણે કહ્યું કે હવે તે પહેલા કરતા ઘણું સારું અનુભવે છે અને ધીમે ધીમે સાજી થઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો: Aryan Khan: આર્યન ખાન ની વેબ સિરીઝ નો પ્રથમ રીવ્યુ આવ્યો સામે, જાણો કેવી છે શાહરુખ ખાન ના દીકરા ની “The Ba***ds of Bollywood”

વીડિયો દ્વારા દીપિકાનો ભાવુક સંદેશ

શોએબ ઇબ્રાહિમે પોતાના યૂટ્યુબ ચેનલ પર વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં દીપિકા સર્જરી બાદ પહેલીવાર કેમેરા સામે આવી હતી. તેણે કહ્યું કે હોસ્પિટલમાં નર્સ અને અન્ય દર્દી ના પરિવારજનો તરફથી પણ તેને ઘણી દુઆઓ મળી. જ્યારે તેને ઉધરસ આવતી ત્યારે ટાંકા માં ખૂબ દુઃખ થતું હતું અને બોલી પણ શકતી નહોતી. હવે તે ધીમે ધીમે રિકવર થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Dipika-Shoaib (@dipikshoaib)


દીપિકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. ફેન્સ તેને ઝડપથી સાજા થવાની શુભેચ્છાઓ આપી રહ્યા છે. લોકો તેના હિંમત અને ધૈર્યની પ્રશંસા કરી રહ્યા છે કે કેવી રીતે તેણે આટલી મોટી સર્જરી પછી પણ હાર ન માની અને સૌને પોતે કેમેરા સામે આવીને આભાર માન્યો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More