Amitabh Bachchan: અમિતાભ બચ્ચન એ તેમના મરવા ના સવાલ પર ટ્રોલર્સ ની બોલતી કરી બંધ, બિગ બી એ આપ્યો એવો જવાબ કે તમે પણ હસી પડશો

Amitabh Bachchan: સોશિયલ મીડિયા પર ટ્રોલર્સ ના કમેન્ટનો અમિતાભ બચ્ચન એ એવી રીતે જવાબ આપ્યો કે ચાહકો પણ દંગ રહી ગયા

by Zalak Parikh
Amitabh Bachchan Witty Reply to Troll Wins the Internet

News Continuous Bureau | Mumbai 

Amitabh Bachchan: બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન માત્ર તેમના અભિનય માટે નહીં, પણ તેમના હ્યુમર અને હાજરજવાબી માટે પણ જાણીતા છે. તાજેતરમાં એક ટ્રોલર એ તેમની ઉંમર નો ઉલ્લેખ કરીને કમેન્ટ કરી હતી, જેના જવાબમાં બચ્ચન સાહેબે એવી વાત કહી કે સોશિયલ મીડિયા પર લોકો હસી પડ્યા.

આ સમાચાર પણ વાંચો : Sardaar Ji 3: શું પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર સાથે ફિલ્મ કરી રહ્યો છે દિલજીત દોસાંઝ?સોશિયલ મીડિયા પર ચર્ચા નું બજાર થયું ગરમ

ટ્રોલ ને મળ્યો શહેનશાહી જવાબ

હાલમાં અમિતાભ બચ્ચન એ એક Q&A સેશન દરમિયાન એક યુઝરનો જવાબ આપ્યો. યુઝરે લખ્યું કે, “અંધેરી રાતોમાં શહેનશાહ કેમ જાગી રહ્યા છે? હવે ઉંમર થઈ ગઈ છે.” આ પર બચ્ચન સાહેબે જવાબ આપ્યો, “એક દિવસ તારી પણ ઉંમર થઈ જશે… ઈશ્વર ઈચ્છશે તો.” આ જવાબ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.


બીજા યુઝરે લખ્યું કે, “સમયસર સૂઈ જાવ, નહીં તો ઉંમર લાંબી રહેતી નથી.” આ પર અમિતાભ બચ્ચન  એ લખ્યું, “મારા મરણની વાત કરવા બદલ આભાર.” આ ટ્વીટ પણ ખૂબ ચર્ચામાં છે અને ફેન્સ તેમના આ જવાબથી ખૂબ પ્રભાવિત થયા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More