PM Modi Highest Honour:પીએમ મોદીને સાયપ્રસમાં સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા

PM Modi Highest Honour: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિયોસ III એનાયત કરવામાં આવ્યો

by kalpana Verat
PM Modi Highest Honour PM Modi receives nation’s top civilian award; dedicates to all Indians

News Continuous Bureau | Mumbai 

PM Modi Highest Honour: 

સાયપ્રસના રાષ્ટ્રપતિ મહામહિમ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને સાયપ્રસનું સન્માન – “ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિયોસ III” એનાયત કર્યું.

1.4 અબજ ભારતીયો વતી આ સન્માન સ્વીકારતા, પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ, સરકાર અને સાયપ્રસના લોકો પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આ પુરસ્કાર ભારત અને સાયપ્રસ વચ્ચેના લાંબા સમયથી ચાલતા અને ઉષ્માભર્યા સંબંધોને સમર્પિત કર્યો, જે સહિયારા મૂલ્યો અને પરસ્પર વિશ્વાસ પર આધારિત છે. તેમણે વધુમાં કહ્યું કે આ પુરસ્કાર ભારતની “વસુધૈવ કુટુંબકમ” અથવા “વિશ્વ એક પરિવાર છે”ની સદીઓ જૂની ફિલસૂફીની માન્યતા છે, જે વૈશ્વિક શાંતિ અને પ્રગતિ તરફ તેના અભિગમને માર્ગદર્શન આપે છે.

 

 

પ્રધાનમંત્રીએ ભારત અને સાયપ્રસ વચ્ચેની ભાગીદારીને મજબૂત અને વૈવિધ્યસભર બનાવવા માટે નવી પ્રતિબદ્ધતા તરીકે આ સન્માન સ્વીકાર્યું. તેમણે ભાર મૂક્યો કે આ પુરસ્કાર શાંતિ, સુરક્ષા, સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને સમૃદ્ધિ પ્રત્યે બંને દેશોની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. સ્વીકૃતિ ભાષણની લિંક અહીં ઍક્સેસ કરી શકાય છે.

આ સમાચાર પણ વાંચો : Census 2027 Notification :મોટા સમાચાર: ભારતમાં બે તબક્કામાં થશે વસ્તી ગણતરી, સરકારે બહાર પાડ્યું જાહેરનામું, જાણો સંપૂર્ણ વિગતો.. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Join Our WhatsApp Community

You may also like