News Continuous Bureau | Mumbai
Yoga Asana Training Camp : જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી-સુરત દ્વારા અનુસૂચિત જાતિ (SC) તેમજ આદિજાતિ (ST) ના ૧૫થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે તાલુકા/જિલ્લાકક્ષાએ વ્યકિતત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે. જેમાં યુવાઓમાં નેતૃત્વ ગુણ અને કુશળતા તેમજ રચનાત્મક શક્તિ કેળવવાની સમજ અને માર્ગદર્શન તેમજ શારીરિક વિકાસ માટે યોગચાર્યો દ્વારા વિવિધ યોગાસનોની તાલીમ અપાશે.
આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છિત SC અને ST યુવક-યુવતીઓએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જૂની સિવિલ કોર્ટ બિલ્ડીંગ, પહેલો માળ,બહુમાળી ભવન, નાનપુરા ખાતેથી અરજી ફોર્મ મેળવી તા.૨૫/૦૬/૨૦૨૫ સુધીમાં કચેરીને મોકલી આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારી, સુરતની યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો : Middle East crisis: યુદ્ધવિરામ નહીં, કંઈક મોટું થવાનું છે?! અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે G-7 સમિટ અધવચ્ચે છોડી દીધી! ઈરાનને આપી ધમકી..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.