Sunjay Kapur Funeral: કરિશ્મા કપૂર ના પતિ સંજય કપૂર ના અંતિમસંસ્કાર ને લઈને આવ્યું અપડેટ, પરિવારે કરી જાહેરાત

Sunjay Kapur Funeral: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરના અંતિમ સંસ્કારની વિગતો સામે આવી છે. લંડનમાં નિધન પામેલા સંજય કપૂરના અંતિમ સંસ્કાર 19 જૂને દિલ્હી ખાતે થશે

by Zalak Parikh
Sunjay Kapur Funeral to Be Held in Delhi on June 19 Family Confirms

News Continuous Bureau | Mumbai 

Sunjay Kapur Funeral: બોલીવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને બિઝનેસમેન સંજય કપૂરનું 12 જૂને લંડનમાં નિધન થયું હતું. હવે તેમના અંતિમ સંસ્કારની વિગતો સામે આવી છે. પરિવાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, સંજય કપૂરના અંતિમ સંસ્કાર 19 જૂને નવી દિલ્હીના લોધી રોડ શ્મશાન ઘાટ ખાતે સાંજે 5 વાગ્યે કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: અમર ઉપાધ્યાય એ આપ્યું કયુંકી સાસ ભી બહુ થી 2 પર મોટું અપડેટ, શો ના મિહિર એ કહી આવી વાત

સંજય કપૂરના અંતિમ સંસ્કાર માટે પરિવાર તરફથી જાહેરાત

સંજય કપૂરના પરિવાર દ્વારા જાહેર કરાયું છે કે તેમના અંતિમ સંસ્કાર 19 જૂને નવી દિલ્હીમાં લોધી રોડ શ્મશાન ઘાટ ખાતે થશે. 22 જૂને તાજ પેલેસ હોટલ (Taj Palace Hotel) ખાતે સાંજે 4 થી 5 વચ્ચે પ્રેયર મીટ (Prayer Meet) યોજાશે.કરિશ્મા કપૂર તેમના બાળકો સમાયરા અને કિઆન સાથે હાજર રહી શકે છે.તેમના મૃતદેહને લંડનથી દિલ્હી લાવવામાં વિલંબ થયો હતો કારણ કે તેઓ અમેરિકાના નાગરિક હતા અને તેમનું અવસાન ઇંગ્લેન્ડમાં થયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


સંજય કપૂર તેના પાછળ પત્ની પ્રિયા સચદેવ, માતા રાની સુરિન્દર કપૂર અને ચાર સંતાનો – સમાયરા, કિઆન, સફીરા અને અઝારિયસને છોડીને ગયા છે. કરિશ્મા કપૂર તેની બીજી પત્ની હતી, જેમના સાથે તેમને બે સંતાન છે. પ્રિયા સચદેવ સાથેના લગ્ન બાદ તેમને એક પુત્ર થયો હતો અને પ્રિયાની પહેલા લગ્નથી થયેલી દીકરી પણ તેમના પરિવારનો ભાગ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More