News Continuous Bureau | Mumbai
Surat News : રાંદેર શહેર-૧ અને ૨ પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આજે વહેલી સવારથી GUVNL (ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ.) અને DGVCL વિજીલન્સની ૯૬ ચેકીંગ ટીમો દ્વારા વીજજોડાણોમાં ચેકીંગ હાથ ધરાયું હતું. ચેકીંગ દરમ્યાન કુલ ૪,૫૩૩ વીજજોડાણ ચેક કરતા ૧૭૭ વીજજોડાણોમાં કુલ રૂા. ૨,૪૭,૭૦,૫૦૦/- ની વીજચોરી થઈ હોવાનું જણાયું હતું.
GUVNL (ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ.)ના વિજીલન્સ વિભાગના વડા અધિક્ષક ઈજનેર ડી.પી. મોદી, DGVCL વિજીલન્સ વિભાગના વડા અધિક્ષક ઈજનેર યુ.એ. ચૌધરી અને DGVCL સુરત શહેર વર્તુળ કચેરીના વડા અધિક્ષક ઈજનેર બી.સી. ગોધાણીના માર્ગદર્શન હેઠળ લોકલ પોલીસ અને GUVNL પોલીસ સ્ટાફને સાથે રાખી ચેકીંગની કામગીરી હાથ ધરાઈ હતી.. આ રેડ દરમ્યાન મુખ્યત્વે મીટરના બોડી સીલ કાપીને મીટરના આંતરિક વાયરીંગ સાથે ચેડા કરી તેમજ મેઈન સર્વિસમાં ટેપ કરી મીટર બાયપાસ અને ડાયરેકટ વીજચોરી કરવામાં આવતી હોવાનું જણાયું હતું જેથી ચેકીંગ ટીમોએ ધોરણસરની કાર્યવાહી કરી હતી એમ અધિક્ષક ઇજનેર (વિજીલન્સ વિભાગ)ની યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો : Surat News : ચોકબજારની વિધવા વૃદ્ધા અને તેમના માનસિક રીતે અસ્થિર સંતાનોને સહાયરૂપ બન્યું સુરતપોલીસતંત્ર
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.