Gujarat News : સમૃદ્ધ ગુજરાત – કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનું ભવ્ય પ્રદર્શન

Gujarat News :કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રેરક શાહ તેમજ અમદાવાદ પશ્ચિમ વિસ્તારના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ સાહસો દ્વારા યોજાયેલા પ્રદર્શનો શાળાના વિધાર્થીઓ તેમજ આઇ. ટી અને ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓએ નિહાળ્યા હતા.

by kalpana Verat
Gujarat News Prosperous Gujarat - A grand display of central and state government schemes

News Continuous Bureau | Mumbai

Gujarat News : અમદાવાદના નવરંગપુરામાં મીઠાખળી છ રસ્તા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સેવા સમાજ ખાતે સમસા ફાઉન્ડેશન દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ શાખાઓ અને સાહસોના સહયોગ થકી ત્રિ-દિવસીય પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. આ કાર્યક્રમનું ઉદઘાટન અમદાવાદ પશ્ચિમના લોકસભા સાંસદ શ્રી દિનેશ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રેરક શાહ તેમજ અમદાવાદ પશ્ચિમ વિસ્તારના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ સાહસો દ્વારા યોજાયેલા પ્રદર્શનો શાળાના વિધાર્થીઓ તેમજ આઇ. ટી અને ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓએ નિહાળ્યા હતા.

Gujarat News Prosperous Gujarat - A grand display of central and state government schemes

પ્રદર્શન વિશે વાત કરતાં લોકસભા સાંસદ શ્રી દિનેશ મકવાણાએ જણાવ્યું હતું કે, સમસા ફાઉન્ડેશન દ્વારા આજે વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી લોકોને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને દેશના વિવિધ રાજ્યોની સરકારી યોજનાઓનો લાભ મળી શકે અને સરકાર લાભાર્થીઓ સુધી પહોંચી શકે. ભારતને મજબૂત રાષ્ટ્ર બનાવવા માટે, દેશના સફળ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ પશ્ચિમમાં આ પ્રદર્શનનું આયોજન કર્યું છે. જેથી દેશના ગરીબ, મધ્યમ વર્ગ અને નીચલા વર્ગના લોકોને લાભ મળી શકે. હું ખાસ કરીને અમદાવાદના લોકોને વિનંતી કરું છું કે, દરેક વ્યક્તિએ આ ત્રણ દિવસીય પ્રદર્શન કાર્યક્રમનો લાભ લેવો જોઈએ.

Gujarat News Prosperous Gujarat - A grand display of central and state government schemes

 

આ સમાચાર પણ વાંચો : Jharkhand Train Accident: મોટી દુર્ઘટના… ઝારખંડમાં માલગાડી બીજી ટ્રેન સાથે અથડાઈ, જુઓ અકસ્માતનો LIVE વીડિયો..

આ પ્રદર્શનમાં ઇન્સ્યોરન્સ કંપની, બેન્કિંગ કંપની, એરોનોટિકલ કંપની વગેરે જેવા દેશના 50 થી વધું સ્ટોલનું અહીં લોકો માટે પ્રદર્શન રાખવામાં આવ્યું છે. સામાન્ય જનતાને કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી મળે, લોકો તેનો લાભ લે અને તેમના જીવનની અંદર પરિવર્તન આવે, તે માટે આજે ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે.

Gujarat News Prosperous Gujarat - A grand display of central and state government schemes

Gujarat News : પ્રદર્શનનું વિશેષ આકર્ષણ

ભારતના વંશીય સર્વોચ્ચતાનો વિતરણ (ખાદી, શણ, વાંસ અને બાગાયતી)

Gujarat News Prosperous Gujarat - A grand display of central and state government schemes

 

Gujarat News :અન્ય આકર્ષણો

વિજ્ઞાન અને પ્રોદ્યોગિક, નાણાં બેંકિંગ અને વીમા, સ્વાસ્થ્ય અને કલ્યાણ, કૃષિ અને બાગાયતી, હસ્તકલા અને હસ્તશિલ્પ, અંતરિક્ષ વિજ્ઞાન અને પરમાણુ ઉર્જા, વાણિજ્ય અને વેપાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસ, કૃષિ અન પશુપાલન,આવાસ અને શહેરી વિકાસ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Join Our WhatsApp Community

You may also like