Abhishek Bachchan: અભિષેક બચ્ચન એ આરાધ્યા બચ્ચન ને લઈને કર્યો મોટો ખુલાસો, ઐશ્વર્યા ના વખાણ માં કહી આવી વાત

Abhishek Bachchan: અભિષેક બચ્ચને તાજેતરમાં જણાવ્યું કે તેની પુત્રી આરાધ્યા કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નથી અને ન તો તેની પાસે મોબાઇલ ફોન છે. અભિનેતાએ પુત્રીના યોગ્ય ઉછેરનો શ્રેય પત્ની ઐશ્વર્યા રાય ને આપ્યો.

by Zalak Parikh
abhishek bachchan says daughter aaradhya is not on any social media

News Continuous Bureau | Mumbai

Abhishek Bachchan: બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન હાલમાં તેની ફિલ્મ’કાલીધર લાપતા’ ને કારણે સમાચારમાં છે. અભિનેતાને તેના પરફોર્મન્સ (Performance) માટે ચાહકોઅને ક્રિટિક્સ તરફથી પ્રશંસા મળી રહી છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં અભિનેતાએ આ ફિલ્મ સાથે ઐશ્વર્યા રાય બચ્ચન સાથેના તેના સંબંધો અને પુત્રી આરાધ્યાના ઉછેર વિશે વાત કરી. અભિનેતાએ જણાવ્યું કે કેવી રીતે ઐશ્વર્યાએ તેમની પુત્રીના ઉછેરમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. અભિષેકે જણાવ્યું કે તેની 13 વર્ષની પુત્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નથી અને ન તો તેની પાસે ફોન છે.

આ સમાચાર પણ વાંચો :  Shrima Rai: શ્રીમા રાય એ રિક્રિએટ કર્યો નણંદ ઐશ્વર્યા નો કાન્સ લુક, અભિનેત્રી ની ભાભી ને જોઈ ચાહકો એ આપી આવી પ્રતિક્રિયા

આરાધ્યા સોશિયલ મીડિયા પર નથી

તાજેતરમાં મીડિયા સાથેના ઇન્ટરવ્યુમાં અભિષેકે જણાવ્યું કે આરાધ્યાના ઉછેર માટે પૂરો શ્રેય ઐશ્વર્યાને જાય છે. તેણે બધું છોડીને દીકરીને પ્રાયોરિટી પર રાખી. આગળ અભિષેકે જણાવ્યું કે સોશિયલ મીડિયાના જમાનામાં તેની પુત્રીએ આવા પ્લેટફોર્મ અને ફોનથી દૂરી બનાવી રાખી છે. તેણે કહ્યું, “તે (આરાધ્યા) કોઈ પણ સોશિયલ મીડિયા પર નથી અને તેની પાસે ફોન પણ નથી. મને લાગે છે કે તેને એક ખૂબ જ કર્તવ્યનિષ્ઠ છોકરી તરીકે ઉછેરવામાં આવી છે. આ પણ તેનો શ્રેય છે. તે એક અદ્ભુત યુવતી બની રહી છે. તે અમારા પરિવારનું ગૌરવ અને આનંદ છે. દિવસના અંતે, ખુશી એક સ્વસ્થ અને ખુશહાલ પરિવારના ઘરે આવી રહી છે, અને તેનો અર્થ બધું જ છે.”

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)


જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક સમયથી એવી ખબરો સામે આવી રહી હતી કે અભિષેક અને ઐશ્વર્યાના સંબંધમાં તિરાડ પડી ગઈ છે. પરંતુ પોતાના આ ઇન્ટરવ્યુમાં અભિષેકે આ તમામ અફવાઓને ખોટી ઠેરવી. અભિનેતાએ કહ્યું કે તેમના લગ્નજીવનમાં બધું બરાબર છે. તેઓ બંને મળીને આરાધ્યાનો ઉછેર કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More