Sangeeta Bijlani: સંગીતા બિજલાની ના ફાર્મહાઉસ માં થઇ તોડફોડ, ચોર એ તેના આ સામાન ની કરી ચોરી, પોલીસ તપાસ શરૂ

Sangeeta Bijlani: સંગીતા બિજલાનીના તિકોના ગામે આવેલા ફાર્મહાઉસમાં તોડફોડ અને ચોરીની ઘટના બની છે, પોલીસ તપાસમાં લાગી

by Zalak Parikh
Sangeeta Bijlani Suffers Major Loss as Pune Farmhouse is Vandalized and Robbed

News Continuous Bureau | Mumbai  

Sangeeta Bijlani: બોલીવૂડ અને મોડેલિંગ જગતમાં ‘બિજલી’ તરીકે ઓળખાતી  સંગીતા બિજલાની હાલ મુશ્કેલીમાં છે. પુણે  જિલ્લાના માવલ વિસ્તારમાં આવેલા તેના ફાર્મહાઉસ માં તોડફોડ અને ચોરીની ઘટના સામે આવી છે. આ ઘટના ત્યારે બહાર આવી જ્યારે તે ઘણા મહિનાઓ બાદ પોતાના ફાર્મહાઉસ પર પહોંચી.

આ સમાચાર પણ વાંચો : Kareena Kapoor: શું હવે ભૂતની બની લોકો ને ડરાવશે કરીના કપૂર? પોતાના થી નાના અભિનેતા સાથે રોમાન્સ કરતી જોવા મળશે અભિનેત્રી

ફાર્મહાઉસ ના દરવાજા તૂટ્યા, TV અને CCTV ગુમ

સંગીતા બિજલાનીના જણાવ્યા મુજબ, ફાર્મહાઉસ નો મુખ્ય દરવાજો અને બારી ની ગ્રિલ તૂટી ગઈ હતી. એક ટેલિવિઝન  ગુમ હતું અને બીજું તૂટી ગયું હતું.  બેડ,  ફ્રિજ, CCTV (સીસીટીવી) કેમેરા સહિતના અનેક ઘરેલુ સામાન તૂટી ગયા હતા અથવા ગુમ હતા. ટોપ ફ્લોર પર પણ ભારે તોડફોડ થઈ હતી.


 લોનાવાલા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર એ જણાવ્યું કે તપાસ માટે ટીમ મોકલવામાં આવી છે. તેઓએ કહ્યું કે નુકસાન અને ચોરીનું સંપૂર્ણ આંકલન થયા બાદ કેસ નોંધવામાં આવશે. હાલ તપાસ ચાલુ છે અને આરોપીઓની શોધખોળ શરૂ થઈ ગઈ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More