ટીવી સીરિયલ 'અનુપમા'થી દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી રૂપાલી ગાંગુલી એક બિઝનેસ વુમન છે. વર્ષ 2000 માં, રૂપાલીએ તેના પિતા સાથે એક જાહેરાત એજન્સી શરૂ કરી છે. 

કરણ કુન્દ્રા એક આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરનો માલિક છે અને તેની સાથે એક વ્યવસાય પણ ચલાવે છે. કરણે આ વ્યવસાય તેના પિતા સાથે શરૂ કર્યો હતો, જે ઇમારતોના બાંધકામમાં કામ કરે છે.

ટીવી અભિનેત્રી રક્ષંદા ખાન મુંબઈમાં સેલિબ્રિટી લોકર એન્ટરટેઈનમેન્ટ નામની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીની સહ-માલિક છે.

મોહિત મલિક તેના નકારાત્મક પાત્રો માટે જાણીતો છે. પરંતુ અભિનય ઉપરાંત, તે તેની પત્ની સાથે મુંબઈમાં બે રેસ્ટોરન્ટનો માલિક છે.

આશ્કા ગોરાડિયા એ 'રેની કોસ્મેટિક્સ' નામની એક લાઇન શરૂ કરી છે. આ ઉપરાંત, તે ગોવામાં તેના પતિ સાથે 'પીસ ઓફ બ્લુ' નામનો યોગ સ્ટુડિયો ચલાવે છે 

શબ્બીર આહલુવાલિયા ટીવી ની જાણીતો ચહેરો છે,અભિનય ઉપરાંત, શબ્બીર પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે.

ટીવી નું લોકપ્રિય કપલ રવિ દુબે અને સરગુન મહેતા અભિયોનયઃ ઉપરાંત 'ડ્રીમિયાતા એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ' નામનું પ્રોડક્શન હાઉસ ચલાવે છે.

અભિનેતા રોનિત રોય લાંબા સમયથી ટીવી ઉદ્યોગનો ભાગ છે. અભિનેતા મુંબઈમાં 'એસ સિક્યુરિટી' અને સિક્યુરિટી સર્વિસીસના માલિક છે. રોનિત ઘણી જાણીતી હસ્તીઓને વ્યક્તિગત અને વ્યાવસાયિક સુરક્ષા સેવાઓ પૂરી પાડે છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow