Today’s Horoscope : આજ ૨૨ જુલાઈ ૨૦૨૫, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો દિવસ જાણો આપના માટે કેવો રહેશે

Today’s Horoscope : જાણો તિથિ, નક્ષત્ર, રાહુ કાળ, ચોઘડિયા અને દરેક રાશિ માટે આજનો દિવસ કેવો રહેશે?

by kalpana Verat
Todays horoscope today 22 July 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope   

આજનું પંચાંગ: ૨૨ જુલાઈ ૨૦૨૫

  • તિથિ: અષાઢ વદ બારસ
  • દિન મહીમા: ત્રિપુરા મહાબારસ, બાલકૃષ્ણલાલજી ઉત્સવ-કાંકરોલી, યમઘટ યોગ ૧૯:૨૬થી, વિષ્ટિ ૨૮:૪૧થી, ૧૩નો ક્ષય, ભૌમ પ્રદોષ વ્રત, સાયન સૂર્ય સિંહમાં ૧૯:૦૧થી, રાજયોગ ૦૭:૦૭ સુધી.

Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

  • સૂર્યોદય (મુંબઈ): સવારે ૬.૧૩ વાગ્યે
  • સૂર્યાસ્ત (મુંબઈ): સાંજે ૭.૧૬ વાગ્યે
  • રાહુ કાળ: સાંજે ૧૬.૦૧ થી ૧૭.૩૯ (આ સમયગાળામાં શુભ કાર્યો ટાળવા જોઈએ)

ગ્રહોની સ્થિતિ અને બાળકની રાશિ

  • ચંદ્ર: આજે સવારે ૮.૧૩ વાગ્યા સુધી વૃષભ રાશિમાં રહેશે, ત્યારબાદ મિથુન રાશિમાં પ્રવેશ કરશે.
  • નક્ષત્ર: આજે સાંજે ૧૯.૨૩ વાગ્યા સુધી મૃગશીર્ષ નક્ષત્ર રહેશે, ત્યારબાદ આદ્રા નક્ષત્ર શરૂ થશે.
  • ચંદ્ર વાસ:
  • સવારે ૮.૧૩ વાગ્યા સુધી પૂર્વ-દક્ષિણ દિશામાં પ્રવાસ સુખદાયક રહેશે, જ્યારે પશ્ચિમ-ઉત્તર દિશામાં પ્રવાસ કષ્ટદાયક થઈ શકે છે.
  • ત્યારબાદ, દક્ષિણ-પશ્ચિમ દિશામાં પ્રવાસ સુખદાયક રહેશે, જ્યારે ઉત્તર-પૂર્વ દિશામાં પ્રવાસ કષ્ટદાયક બની શકે છે.
  • આજે જન્મેલા બાળકની રાશિ: સવારે ૮.૧૩ વાગ્યા સુધી વૃષભ રહેશે, ત્યારબાદ મિથુન રહેશે.

Today’s Horoscope  આજના શુભ ચોઘડિયા

દિવસના ચોઘડિયા:

  • ચલ: સવારે ૯.૨૯ – ૧૧.૦૭
  • લાભ: સવારે ૧૧.૦૭ – ૧૨.૪૫
  • અમૃત: બપોરે ૧૨.૪૫ – ૧૪.૨૩

રાત્રીના ચોઘડિયા:

  • લાભ: રાત્રે ૨૦.૩૯ – ૨૨.૦૧
  • શુભ: રાત્રે ૨૩.૨૩ – ૨૪.૪૫
  • અમૃત: રાત્રે ૨૪.૪૫ – ૨૬.૦૭
  • ચલ: રાત્રે ૨૬.૦૭ – ૨૭.૨૯

Today’s Horoscope  આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ, લ, ઇ):

આજે આપને સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય. આગળ વધવાની તક પ્રાપ્ત થાય. સંતુલિત મનથી કરેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થશે.

વૃષભ (બ, વ, ઉ):

આર્થિક બાબતોમાં સારો દિવસ છે. અચાનક લાભ થવાના સંકેત છે. અગાઉ રોકેલા કે ફસાયેલા નાણાં પરત આવવાના સંકેત આવી શકે છે.

મિથુન (ક, છ, ઘ):

આજનો દિવસ કાર્યસિદ્ધિ આપનારો છે. યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. સામાજિક રીતે તમારા અભિપ્રાયનું મૂલ્ય વધશે.

કર્ક (ડ, હ):

આજે વાદ-વિવાદથી દૂર રહેવું. તમારા કામમાં વિશેષ ધ્યાન આપવું. સ્વભાવ લાગણીશીલ રહે અને તેના કારણે દુઃખ થઈ શકે છે.

સિંહ (મ, ટ):

આજે આકસ્મિક લાભ થાય. જૂના મિત્રોને મળવાનું બની શકે છે. મનની વાત વ્યક્ત કરી શકો છો. શુભ દિવસ છે.

કન્યા (પ, ઠ, ણ):

વેપારી વર્ગ માટે લાભદાયક દિવસ છે. સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક રહેશે. નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થી વર્ગ માટે પણ સારો દિવસ છે.

તુલા (ર, ત):

આધ્યાત્મિક બાબતોમાં આગળ વધી શકો. ધ્યાન, યોગ, મૌનથી લાભ થાય. ભાગ્યબળમાં વૃદ્ધિ થશે.

વૃશ્ચિક (ન, ય):

અગાઉની સાપેક્ષમાં ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાશે. કાર્યને પૂર્ણ કરી શકશો. પ્રગતિકારક દિવસ છે.

ધન (ભ, ફ, ધ, ઢ):

સામાજિક ક્ષેત્ર અને જાહેરજીવનમાં સારો દિવસ છે. લોકચાહનામાં વૃદ્ધિ થાય. આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

મકર (ખ, જ):

આજે તબિયતની કાળજી લેવી. બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે. જીવનપદ્ધતિમાં હકારાત્મક ફેરફાર કરવા જરૂરી બનશે.

કુંભ (ગ, શ, સ, ષ):

પ્રણય માર્ગે આગળ વધી શકો. સંતાન અંગે સારો દિવસ છે. પરિવાર સાથે આનંદ માણી શકો છો.

મીન (દ, ચ, ઝ, થ):

આજે દિવસ આરામથી વિતાવી શકો છો અને નવી જગ્યાએ જઈ શકો છો. તમામ ભૌતિક સુખ-સગવડ આપતો આનંદદાયક દિવસ છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More