Ramayana: રણબીર કપૂર ની રામાયણ માં આ મરાઠી અભિનેતા ને મળ્યો ભરત નો રોલ, એક્ટરે તેની ભૂમિકા ને લઈને કહી આવી વાત

Ramayana: મરાઠી એક્ટર અદિનાથ કોઠારેને 'રામાયણ' ફિલ્મમાં ભગવાન રામના ભાઈ ભરતનું પાત્ર મળ્યું, એક્ટરે કહ્યું – "આ અવસર મારા માટે વરદાન સમાન છે"

by Zalak Parikh
Addinath Kothare to Play Bharat in Ranbir Kapoor Ramayana

News Continuous Bureau | Mumbai 

Ramayana: નિતેશ તિવારીના દિગ્દર્શનમાં બની રહેલી ‘રામાયણ’  ફિલ્મમાં રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી જેવા સ્ટાર્સ સાથે મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર અદિનાથ કોઠારે  પણ જોડાયા છે. તેમણે ફિલ્મમાં ભગવાન રામના ભાઈ ભરતનું પાત્ર ભજવવાનું કન્ફર્મ કર્યું છે. આ રોલ મળવો તેમના માટે એક મોટું અવસર છે એવું તેઓ માને છે.

આ સમાચાર પણ વાંચો : Isha ambani: શું તમને ખબર છે લાખો રૂપિયા ની બેગ,હજારો રૂપિયા ના જૂતા પહેરે છે ઈશા અંબાણી, તેના સસરાએ તેને ગિફ્ટ માં આપ્યો છે અધધ આટલા કરોડ નો વિલા

“રામાયણ” ફિલ્મમાં ભરતનું પાત્ર ભજવશે અદિનાથ કોઠારે

અદિનાથ કોઠારેએ એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે “રામાયણ માત્ર એક ફિલ્મ નથી, તે ભારતની સૌથી મોટી વાર્તા છે. તેનો ભાગ બનવું મારા માટે વરદાન સમાન છે.” તેણે આ રોલ માટે મુકેશ છાબડા અને નિતેશ તિવારીનો આભાર માન્યો છે, જેમણે તેમના પર વિશ્વાસ રાખીને આ મહત્વપૂર્ણ પાત્ર આપ્યું. અદિનાથ કહે છે કે “રામાયણ” જેવી ફિલ્મ ખૂબ વિચારીને અને વિશાળ સ્તરે બનાવવામાં આવી રહી છે. આ માત્ર એક્ટિંગ  નહીં, પણ એક્ટર અને વ્યક્તિ તરીકે પણ ઘણું શીખવાની તક છે. તેઓ કહે છે કે “ફિલ્મમેકિંગ ના આટલા મોટા પાયે કામ કરવાનો અનુભવ કોઈ ફિલ્મ સ્કૂલ પણ આપી શકતી નથી.”

 

View this post on Instagram

 

A post shared by Film Window (@film.window)


અદિનાથ કોઠારે મરાઠી સિનેમાના જાણીતા ચહેરા છે. તેમણે ‘પાણી’ ફિલ્મનું નિર્માણ કર્યું હતું, જેને નેશનલ ફિલ્મ એવોર્ડ  પણ મળ્યો છે. તેઓ Netflixની ‘The Royals’ સિરીઝમાં પણ જોવા મળ્યા હતા. ‘રામાયણ’માં ભરતનું પાત્ર ભજવવું તેમના કરિયર માટે એક મોટું પગલું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More