Today’s Horoscope : ૨૮ જુલાઈ ૨૦૨૫, વિક્રમ સંવત ૨૦૮૧, શ્રાવણ સુદ ચોથ: જાણો વિનાયક ચોથનો મહિમા, ચોઘડિયા અને તમારી રાશિ માટે આજનો દિવસ કેવો રહેશે.

Today’s Horoscope :આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય: ૨૮ જુલાઈ ૨૦૨૫, સોમવાર

by kalpana Verat
Todays horoscope today 28 July 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope   

 આજનું પંચાંગ: ૨૮ જુલાઈ ૨૦૨૫, સોમવાર

  • તિથિ: શ્રાવણ સુદ ચોથ
  • દિન મહિમા:
    • વિનાયક ચોથ
    • દુર્વાચોથ
    • વરદ ચોથ
    • સોમેશ્વર પૂજન-ચોખા
    • વિષ્ટી ૧૦:૫૯ થી ૨૩:૨૫
    • રવિયોગ ૧૭:૩૬ સુધી
    • મંગળ કન્યામાં ૨૦:૦૧
    • વનસંરક્ષણ દિન

Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

  • સૂર્યોદય (મુંબઈ): ૬.૧૫ વાગ્યે
  • સૂર્યાસ્ત (મુંબઈ): ૭.૧૪ વાગ્યે
  • રાહુ કાળ: સવારે ૭.૫૩ થી ૯.૩૦ વાગ્યા સુધી
  • ચંદ્ર: સિંહ રાશિમાં, રાત્રે ૧૧.૫૮ વાગ્યાથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે.
    • આજે જન્મેલા બાળકની રાશિ રાત્રે ૧૧.૫૮ સુધી સિંહ ત્યારબાદ કન્યા રાશિ રહેશે.
  • નક્ષત્ર: પૂર્વાફાલ્ગુની, સાંજે ૫.૩૪ વાગ્યાથી ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે.
  • ચંદ્ર વાસ:
    • રાત્રે ૧૧.૫૮ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.
    • ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

Today’s Horoscope  આજના શુભ ચોઘડિયા

દિવસનાં ચોઘડિયા:

  • અમૃત: સવારે ૬.૧૫ – ૭.૫૩
  • શુભ: સવારે ૯.૩૦ – ૧૧.૦૭
  • ચલ: બપોરે ૨.૨૨ – ૩.૫૯
  • લાભ: બપોરે ૩.૫૯ – ૫.૩૭
  • અમૃત: સાંજે ૫.૩૭ – ૭.૧૫

રાત્રીનાં ચોઘડિયા:

  • ચલ: સાંજે ૭.૧૫ – ૮.૩૭
  • લાભ: રાત્રે ૧૧.૨૨ – ૧૨.૪૫
  • શુભ: વહેલી સવારે ૨.૦૮ – ૩.૩૦
  • અમૃત: વહેલી સવારે ૩.૩૦ – ૪.૫૩
  • ચલ: વહેલી સવારે ૪.૫૩ – ૬.૧૬

Today’s Horoscope  આજનું રાશિ ભવિષ્ય

  • મેષ: (અ, લ, ઇ)
    • પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઈ શકો. જમીન, મકાન, વાહન સુખ સારું રહે. દિવસ પ્રગતિકારક રહેશે.
  • વૃષભ: (બ, વ, ઉ)
    • નવા કાર્યમાં આગળ વધી શકો. સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય. આગળ વધવાની તક મળશે.
  • મિથુન: (ક, છ, ઘ)
    • ભાગીદારીમાં કાળજી રાખવી પડે. આર્થિક બાબતોમાં મધ્યમ રહે. અન્ય બાબતોમાં સારું રહેશે.
  • કર્ક: (ડ, હ)
    • તમારા ખુદ માટે સમય કાઢી શકો. તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય. યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
  • સિંહ: (મ, ટ)
    • કેટલાક એવા બનાવ બને કે દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા અને ઉશ્કેરાટ રહે. સાંજ ખુશનુમા વીતશે.
  • કન્યા: (પ, ઠ, ણ)
    • ગણતરી વિનાના સાહસ ન કરવા સલાહ છે. આવક કરતાં જાવક વધી ન જાય તે જોવું, હિસાબ રાખવો.
  • તુલા: (ર, ત)
    • અગાઉના સમયમાં તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો. કર્મના સિદ્ધાંતને સમજી શકો. શુભ દિન.
  • વૃશ્ચિક: (ન, ય)
    • ઇષ્ટદેવની આરાધનાથી લાભ થાય. ધ્યાન, યોગ, મૌનથી લાભ થાય. આધ્યાત્મિક ચિંતન થાય.
  • ધન: (ભ, ફ, ધ, ઢ)
    • દિવસ દરમિયાન દોડધામ રહે. સાંજ પછી નસીબ સાથ આપતું જણાશે. અંગત મિત્રો સાથે મતભેદ દૂર કરી શકો.
  • મકર: (ખ, જ)
    • જાહેરજીવનમાં ધ્યાન આપી શકો. આંતરિક સંબંધોમાં સારું રહે. મનની વાત વ્યક્ત કરી શકો.
  • કુંભ: (ગ, શ, સ, ષ)
    • હિત શત્રુઓથી સાવધ રહેવું. વધુ પડતા વિશ્વાસે ન ચાલવું. વ્યક્તિગત દેખરેખથી કામ કરવું.
  • મીન: (દ, ચ, ઝ, થ)
    • પ્રણય માર્ગે આગળ વધી શકો. ગમતી વ્યક્તિથી વાતચીત થાય. મનની વાત વ્યક્ત કરી શકો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More