News Continuous Bureau | Mumbai
Raksha Bandhan 2025: રક્ષાબંધન એ ભાઈ-બહેનના પ્રેમ અને સંકલ્પનો તહેવાર છે. આ દિવસે બહેન ભાઈ ના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ તેની રક્ષા કરવાનું વચન આપે છે. જો આ દિવસે રાશિ અનુસાર રાખડી અને કપડાંના રંગ પસંદ કરવામાં આવે, તો સંબંધોમાં વધુ મીઠાશ અને મજબૂતી આવે છે. ખાસ કરીને બહેનો માટે લાલ રંગ શુભ માનવામાં આવે છે, જો કોઈ વિશેષ દોષ ન હોય તો.
આ સમાચાર પણ વાંચો : Sun Double Transit: સૂર્યદેવ 17 ઓગસ્ટે કરશે રાશિ અને નક્ષત્રમાં ડબલ પરિવર્તન, આ રાશિના જાતકોને મળશે વિશેષ લાભ
રાશિ મુજબ રાખડી અને કપડાંના શુભ રંગ
- મેષ : લાલ રંગના કપડાં અને રાખડી
- વૃષભ : સફેદ અથવા આસમાની રંગ
- મિથુન : લીલો અથવા સી-ગ્રીન
- કર્ક : દુધિયા સફેદ
- સિંહ : નારંગી
- કન્યા : પિસ્તા ગ્રીન
- તુલા : ચમકદાર નીલો
- વૃશ્ચિક : લાલ
- ધનુ : કેસરિયા
- મકર : નીલો અથવા કાળો
- કુંભ : નીલો
- મીન : પીળો અથવા હળદી રંગ
રંગો ની પસંદગીથી સંબંધોમાં વધે છે સમજૂતી
જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક રાશિ માટે ચોક્કસ રંગ શુભ માનવામાં આવે છે. આ રંગો વ્યક્તિના સ્વભાવ અને ઊર્જા સાથે જોડાયેલા હોય છે. રક્ષાબંધનના દિવસે આ રંગો ધારણ કરવાથી ભાઈ-બહેનના સંબંધોમાં પ્રેમ, સમજૂતી અને સકારાત્મકતા વધે છે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)