News Continuous Bureau | Mumbai
Grey Hair: આજકાલ યુવાનોમાં સમય પહેલા વાળ સફેદ થવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. 30ની ઉંમર નજીક આવતા ઘણા લોકોના વાળમાં સફેદ રંગ દેખાવા લાગે છે. આ સમસ્યાનું મુખ્ય કારણ શરીરમાં પોષણની કમી હોય શકે છે. હેર કલર કે કેમિકલ્સથી છુપાવવાને બદલે, આ ફૂડ્સને ડાયેટમાં સામેલ કરો અને નેચરલ રીતે વાળને કાળા બનાવો.
કાળા તલ
દરરોજ 1-2 ચમચી કાળા તલ ચાવીને ખાવાથી વાળના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. તેમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ અને કુદરતી મેલાનિન હોય છે. ખાસ કરીને કૉપર મેલાનિનના ઉત્પાદનને વધારવામાં મદદ કરે છે, જે વાળને કાળા રાખવામાં સહાયક છે.
મીઠો લીમડો અને આમળા
મીંઢા લીમડા માં આયર્ન, ફોલિક એસિડ અને બીટા કેરોટિન હોય છે. રોજ 2-3 પત્તા ચાવીને ખાવા કે પાણીમાં ઉકાળીને પીવાથી વાળના રંગમાં સુધારો થાય છે. આમળા વિટામિન Cથી ભરપૂર હોય છે અને શરીરની ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. આમળા ખાવાથી વાળ મજબૂત અને કાળા રહે છે.
આ સમાચાર પણ વાંચો: Monsoon Skin Care :શું તમે ચોમાસામાં તૈલી ત્વચાથી પરેશાન છો? આ સરળ ટિપ્સ અપનાવીને મેળવો ચમકતી અને નિખરી ત્વચા!
તાંબાના વાસણમાં પાણી
દરરોજ તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરમાંથી ટૉક્સિન્સ (Toxins) બહાર નીકળે છે અને કૉપર (Copper)નું સ્તર વધે છે. જે મેલાનિનના ઉત્પાદન માટે જરૂરી છે. આ સરળ ઉપાયથી વાળના રંગમાં નેચરલ સુધારો જોવા મળે છે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)