News Continuous Bureau | Mumbai
વિઝિનજમ (Vizhinjam) આંતરરાષ્ટ્રીય ડીપ વોટર પોર્ટ, કેરળ (Kerala) ના તિરુવનંતપુરમ (Thiruvananthapuram) નજીક આવેલો અને હવે ભારતના દરિયાઈ પરિવહન ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દ્વારા ઉદ્ઘાટન થયેલ આ પોર્ટ ₹8,900 કરોડના ખર્ચે બનેલો છે અને તે ભારતને વૈશ્વિક શિપિંગ હબ બનાવવાના દિશામાં એક મોટું પગલું છે.
લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો: વેપાર માટે નવી રાહ
વિઝિનજમ પોર્ટના કાર્યરત થવાથી ભારતના લોજિસ્ટિક્સ ખર્ચ 14%માંથી ઘટીને 8% થવાનો અંદાજ છે. આ પોર્ટ દ્વારા ભારત હવે પોતાનું ટ્રાન્સશિપમેન્ટ (Transshipment) કાર્ગો હેન્ડલ કરી શકે છે, જે અગાઉ કોલંબો (Colombo), સિંગાપોર (Singapore) અને જેબેલ અલી (Jebel Ali) જેવા વિદેશી પોર્ટ પર નિર્ભર હતું
વિશ્વના સૌથી મોટા શિપ માટે તૈયાર
વિઝિનજમ પોર્ટની કુદરતી ઊંડાઈ 20 મીટર છે, જે વિશ્વના સૌથી મોટા કન્ટેનર શિપ — 20,000 TEUs કે તેથી વધુ — માટે યોગ્ય છે. આ પોર્ટ દ્વારા દરિયાઈ વેપાર માટે ભારત નો 5–7 દિવસનો સમય બચાવશે અને પ્રતિ કન્ટેનર ખર્ચમાં $100 સુધીનો ઘટાડો થશે
આ સમાચાર પણ વાંચો : Indian Army response:મોદી સરકાર બાદ ભારતીય સેનાનો અમેરિકા પર પલટવાર; ટ્રમ્પની થઇ બોલતી બંધ
આંતરરાષ્ટ્રીય વ્યૂહાત્મક મહત્વ
વિઝિનજમ પોર્ટ પૂર્વ-પશ્ચિમ શિપિંગ ધોરીમાર્ગથી માત્ર 10 નોટિકલ માઈલ દૂર છે. આ પોર્ટ ભારતને ભારત-મધ્ય પૂર્વ-યુરોપ corridor (IMEC) માટે વ્યૂહાત્મક આધાર આપે છે. આ સાથે ભારતના દરિયાઈ કમાન્ડ અને નૌકાવહન સુરક્ષા માટે પણ મહત્વપૂર્ણ બની રહ્યું છે