News Continuous Bureau | Mumbai
Warts: ઘણા લોકો શરીર પર દેખાતા નાના મસ્સાઓ (Warts)ને સામાન્ય માનીને અવગણે છે, પણ આ મોટી ભૂલ સાબિત થઈ શકે છે. મસ્સા હ્યુમન પેપિલોમા વાયરસ (HPV)ના કારણે થાય છે, જે ત્વચાની ઉપરની સપાટીમાં પ્રવેશી ત્વચા ના કોષોને ઝડપથી વધારવા માટે પ્રેરિત કરે છે. આ વાયરસ નાના કટ થી શરીરમાં પ્રવેશી શકે છે અને પછી શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ શકે છે.
મસ્સા થવાનું મુખ્ય કારણ: HPV વાયરસ
મસ્સા થવાનું મુખ્ય કારણ હ્યુમન પેપિલોમા વાયરસ (HPV) છે. આ વાયરસના 100થી વધુ પ્રકારો છે, અને દરેક પ્રકાર અલગ-અલગ પ્રકારના મસ્સા (Warts) પેદા કરે છે. સામાન્ય રીતે મસ્સા ખુરદરા, કઠોર અને ત્વચાની ઉપર ઊભા દેખાય છે. ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિ (Immunity) ઓછી હોય ત્યારે આ વાયરસ વધુ અસરકારક બને છે.
મસ્સાના પ્રકાર અને લક્ષણો
મસ્સા ત્રણ મુખ્ય પ્રકારના હોય છે:
- સાધારણ મસ્સા (Common Warts) – હાથ અને આંગળીઓ પર દેખાય છે.
- પ્લાન્ટર મસ્સા (Plantar Warts) – પગના તળિયે થાય છે અને ચાલવામાં દુખાવો આપે છે.
- ફ્લેટ મસ્સા (Flat Warts) – ચહેરા, હાથ અને પગ પર નાના અને ચીકણા હોય છે.
આ મસ્સા સામાન્ય રીતે હાનિકારક નથી, પણ દુખાવો અને ખંજવાળ (Itching) જેવી સમસ્યાઓ ઊભી કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Sleep: જરૂરથી વધુ ઊંઘ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક, જો તમે પણ 9 કલાક થી વધુ ઊંઘતા હોવ તો થઇ જાઓ સાવધાન
મસ્સા નો ઉપચાર અને તકેદારી
મસ્સા નો ઉપચાર શક્ય છે. બજારમાં ઓવર-દ-કાઉન્ટર ક્રીમ અને દવાઓ ઉપલબ્ધ છે, પણ ડૉક્ટરની સલાહથી જ તેનો ઉપયોગ કરવો જોઈએ. ત્વચા વિશેષજ્ઞ ક્રાયોથેરાપી (Cryotherapy), ઇલેક્ટ્રોકોટરી (Electrocautery) અને લેસર થેરાપી (Laser Therapy) દ્વારા મસ્સા દૂર કરી શકે છે. બાળકોમાં આ વાયરસ ઝડપથી ફેલાય છે, તેથી જો કોઈ નવા મસ્સા દેખાય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)