TMKOC: 17 વર્ષ બાદ ‘તારક મહેતા’માં મોટો ફેરફાર, ગોકુલધામમાં થશે આ પરિવારની એન્ટ્રી

TMKOC: TMKOCની 17મી વર્ષગાંઠે ગોકુલધામ સોસાયટીમાં નવા રાજસ્થાની પરિવારની ધમાકેદાર એન્ટ્રી, શોમાં આવશે જેને લઈને શો માં નવો ટ્વિસ્ટ જોવા મળશે.

by Zalak Parikh
Rajasthani Family Joins TMKOC After 17 Years, Major Twist Ahead

News Continuous Bureau | Mumbai

TMKOC:  લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC) હવે 17 વર્ષ પૂર્ણ કરી રહ્યો છે અને આ ખાસ અવસરે શોમાં મોટો ફેરફાર જોવા મળશે. પહેલીવાર ગોકુલધામ સોસાયટીમાં એક નવો રાજસ્થાની પરિવાર જોડાઈ રહ્યો છે. આ પરિવારે શોમાં નવી તાજગી લાવવાની આશા છે અને સાથે રાજસ્થાની સંસ્કૃતિ (Culture) પણ દર્શાવાશે.

આ સમાચાર પણ વાંચો : TRP War Heats Up: TRPની રેસમાં ‘ક્યુકી સાસ ભી કભી બહૂ થી’ અને ‘અનુપમા’ વચ્ચે કાંટાની ટક્કર, આ મામલે રાજન શાહી એ આપી પ્રતિક્રિયા

ગોકુલધામમાં રાજસ્થાની પરિવારની ધમાકેદાર એન્ટ્રી

મીડિયા રિપોર્ટ મુજબ, આ રાજસ્થાની પરિવાર ચાર સભ્યોનો હશે – પતિ, પત્ની અને બે બાળકો. તેઓ ઊંટ (Camel) પર સવાર થઈને રંગબેરંગી પરંપરાગત વસ્ત્રોમાં ગોકુલધામના દરવાજે પહોંચશે. આ દ્રશ્ય દર્શકો માટે એક નવી અનુભૂતિ લાવશે.શોની 17મી વર્ષગાંઠના સેલિબ્રેશન દરમિયાન પ્રોડ્યુસર આસિત મોદી (Asit Modi)એ આ નવી એન્ટ્રીની વાત કરી હતી. હવે આ પરિવાર શૂટિંગ શરૂ કરી ચૂક્યો છે. TMKOCના ચાહકો માટે આ એક નવી શરૂઆત છે, જે શોને વધુ રસપ્રદ બનાવશે.


હવે જોવાનું રસપ્રદ રહેશે કે આ રાજસ્થાની પરિવાર શોના લોકપ્રિય પાત્રો જેમ કે જેઠાલાલ (Jethalal), પોપટલાલ (Popatlal) અને ભિડે (Bhide) સાથે કેવી રીતે જોડાય છે. શું તેઓ ગોકુલધામમાં શાંતિ લાવશે કે નવો હંગામો સર્જશે? આવનારા એપિસોડ્સમાં આ બધું જાણવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More