બોલીવૂડની સૌથી સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રીઓમાં સ્થાન પામનાર એશ્વર્યા રાય  માત્ર અભિનયમાં જ નહીં, પણ પોતાની અમીરી અને રેકોર્ડ્સ માટે પણ જાણીતી છે.

51 વર્ષીય એશ્વર્યા રાયએ 1994માં મિસ વર્લ્ડ નો ખિતાબ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું. ત્યારબાદ તેણે મણિ રત્નમની ફિલ્મ 'ઇરુવર'થી ફિલ્મી કરિયર શરૂ કર્યો અને 'ઔર પ્યાર હો ગયા'થી બોલીવૂડમાં પ્રવેશ કર્યો. 

એશ્વર્યા રાયના નામે કુલ 12 અનોખા રેકોર્ડ છે જેમાં 'દેવદાસ' અને 'જોધા અકબર' માટે વી. શાંતારામ એવોર્ડ,રાજીવ ગાંધી એક્સિલન્સ એવોર્ડ,વર્વ મેગેઝિન દ્વારા ‘મોસ્ટ પાવરફુલ વુમન’નો ટેગ નો સમાવેશ થાય છે. 

રિપોર્ટ મુજબ એશ્વર્યા રાયની નેટવર્થ લગભગ 900 કરોડ છે, જે તેને  ભારતની બીજી સૌથી અમીર અભિનેત્રી બનાવે છે. પ્રથમ સ્થાન પર છે જૂહી ચાવલા 

એશ્વર્યા રાયની લોકપ્રિયતા માત્ર ભારતમાં જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં છે. તેની સુંદરતા અને અભિનયના કારણે તેઓ આજે પણ લાખો દિલોની ધડકન છે. 

એશ્વર્યા રાયએ મોડેલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. મિસ વર્લ્ડ બન્યા પછી તેણે દક્ષિણ ભારતીય ફિલ્મોથી શરૂઆત કરી અને પછી બોલીવૂડમાં પોતાનું સ્થાન બનાવ્યું.

'હમ દિલ દે ચુકે સનમ', 'દેવદાસ', 'જોધા અકબર', 'ગુરુ' જેવી ફિલ્મો દ્વારા તેણે પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી છે.

ઐશ્વર્યા એ અમિતાભ બચ્ચન ના પુત્ર અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા છે. જેનાથી તેને એક દીકરી પણ છે જેનું નામ આરાધ્યા છે 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow