News Continuous Bureau | Mumbai
Mumbai tea એક ટ્રાવેલ વ્લોગર એ તાજેતરમાં ભારતમાં કરેલી મુસાફરીનો એક અનુભવ શેર કર્યો છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. તેણે મજાકમાં જણાવ્યું કે, મુંબઈમાં એક કપ ચાએ તેના ખિસ્સા ખાલી કરી દીધા અને આ મોંઘવારીથી તે આશ્ચર્યચકિત થઈ ગયા. તેમની આ પોસ્ટ અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે અને આ મોંઘી ચા પાછળનું રહસ્ય પણ તેમણે જણાવ્યું છે.
મુંબઈની ચા અને 1000 નો આંચકો
વ્લોગર એ જણાવ્યું કે, જ્યારે તેઓ દુબઈથી ભારત આવ્યા, ત્યારે તેમના મનમાં એક જ વિચાર હતો કે હવે તેઓ રૂપિયામાં ખર્ચ કરશે અને ‘રાજા જેવું જીવન’ જીવશે. પરંતુ, મુંબઈની એક ફાઇવ સ્ટાર હોટેલમાં તેમણે ચા મંગાવી અને જ્યારે બિલ 1000 આવ્યું, ત્યારે તેમને મોટો આંચકો લાગ્યો. હસતાં હસતાં તેમણે કહ્યું, ‘જ્યારે મેં ભારત છોડ્યું હતું, ત્યારે હું 1000 શેરબજારમાં રોકતો હતો, હવે એક કપ ચામાં જ ગયા.’
View this post on Instagram
એનઆરઆઈનો અનુભવ અને વાસ્તવિકતા
વીડિયોમાં તેમણે જણાવ્યું કે, અવારનવાર એનઆરઆઈ એવું વિચારે છે કે વિદેશમાં કમાયેલા પૈસાને રૂપિયામાં બદલ્યા પછી ભારતમાં તેમનું જીવન સુખી થશે. પરંતુ આ વખતે તેમને બિલકુલ વિપરીત અનુભવ થયો. પરીક્ષિતે કહ્યું, ‘હું દિરહામ માં કમાઉં છું, તેથી મને ભારતમાં ગરીબીનો અહેસાસ ન થવો જોઈતો હતો. પરંતુ અહીંનો ખર્ચ જોઈને તો એવું લાગે છે કે ‘ફ્લેક્સી-પેમેન્ટ પ્લાન’ની જરૂર છે.’
આ સમાચાર પણ વાંચો : Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતને વધુ એક ઝટકો, વેપાર કરારની ચર્ચા અટકાવી કર્યું આવું કામ
સામાન્ય ભારતીયો આ ખર્ચાઓ કેવી રીતે મેનેજ કરે છે?
વ્લોગરે સૌથી મોટો પ્રશ્ન ઊભો કર્યો કે, ‘અહીંના લોકો રોજ આટલો ખર્ચ કેવી રીતે કરે છે? તમારી પાસે કેટલા પૈસા છે?’ તેમનું કહેવું છે કે, હવે ભારતનો ખર્ચ જોઈને તેમને સમજાયું છે કે વસ્તુઓ એટલી સસ્તી નથી જેટલી એનઆરઆઈ માને છે. તેમનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થયો. ઘણા લોકોએ કહ્યું કે, ‘આ સત્ય છે જે હવે દરેક વ્યક્તિએ સ્વીકારવું પડશે.’ જ્યારે કેટલાકે મજાકમાં લખ્યું કે, ‘મુંબઈની ચા નહીં, મુંબઈનો ‘અનુભવ’ મોંઘો છે.’