News Continuous Bureau | Mumbai
Usha Nadkarni:
જાણીતી ટીવી અને ફિલ્મ અભિનેત્રી ઉષા નાડકર્ણી, જેઓ ‘ઉષા તાઈ’ તરીકે પણ ઓળખાય છે, તેઓ 79 વર્ષના છે. ‘પવિત્ર રિશ્તા’ ફેમ ઉષા તાઈ તાજેતરમાં ‘સેલિબ્રિટી માસ્ટર શેફ’માં પણ જોવા મળ્યા હતા. હિન્દી અને મરાઠી રંગભૂમિના આ વરિષ્ઠ અભિનેત્રીએ હવે ખુલાસો કર્યો છે કે તેઓ 79 વર્ષની ઉંમરે પણ મુંબઈમાં એકલા રહે છે. તેમના પુત્ર અને પુત્રવધૂ તેમની સાથે રહેતા નથી. તેમને કહ્યું કે તેમણે ‘સ્વતંત્ર જીવનશૈલી’ અપનાવી છે.એક મીડિયા હાઉસ સાથેની મુલાકાતમાં ઉષા નાડકર્ણીએ ખુલાસો કર્યો કે તેઓ છેલ્લા 38 વર્ષથી એકલા રહે છે. શરૂઆતમાં જ્યારે તેઓ એકલા રહેવા લાગ્યા ત્યારે તેમને ‘ડર’ લાગતો હતો, પરંતુ હવે તેમને તેની આદત પડી ગઈ છે. 1979માં ‘સિંહાસન’ નામની મરાઠી ફિલ્મથી કરિયરની શરૂઆત કરનાર ઉષા તાઈનો જન્મ સ્વતંત્રતા પહેલા 1946માં મુંબઈમાં થયો હતો. તેમણે કહ્યું, “મારા દીકરાને નોનવેજ ખૂબ ગમે છે, પણ તે મારી સાથે રહેતો નથી.” તે મારા ભાઈના ઘરે બોરીવલીમાં રહે છે.
આ સમાચાર પણ વાંચો : Sun-Mars conjunction: 18 વર્ષ પછી બનશે સૂર્ય અને મંગળનો મહાસંયોગ; આ રાશિઓને કરિયરમાં મળશે સારી તકો
પુત્ર, પુત્રવધૂ અને પૌત્રી સાથે કેમ રહેતા નથી?
જ્યારે તાઈ ને પૂછવામાં આવ્યું કે તેમનો પુત્ર તેમની સાથે કેમ નથી રહેતો, ત્યારે તેમણે કહ્યું, “લગ્ન પછી મારો પુત્ર મારા ભાઈના ફ્લેટમાં રહેવા લાગ્યો, કારણ કે તેનું ઘર મોટું હતું અને તેને એક નાની દીકરી પણ છે. મારો ભાઈ બોરીવલીમાં રહેતો હતો. તેની પાસે 2BHK હતું, જે હવે 3BHKમાં પુનર્વિકસિત કરવામાં આવ્યું છે. મારા ભાઈએ મને અહીં આવવા કહ્યું હતું. દરેકને એક નાનું બાળક ગમે છે, તેથી તેઓ ત્યાં દીકરી સાથે રહે છે.”