News Continuous Bureau | Mumbai
The Bengal Files Controversy: વિવેક અગ્નિહોત્રી ની આગામી ફિલ્મ ‘ધ બંગાળ ફાઇલ્સ’ રિલીઝ પહેલા જ વિવાદમાં ઘેરાઈ ગઈ છે. કોલકાતામાં ટ્રેલર લોન્ચ દરમિયાન થયેલા હંગામા બાદ મિથુન ચક્રવર્તી એ આ મામલે પ્રતિક્રિયા આપી છે. મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે, “આ બધું પહેલેથી નક્કી કરેલું હતું. લોકો ફિલ્મ જોયા વગર વિરોધ કેમ કરે છે? શું તેઓ સત્યનો સામનો કરવા તૈયાર નથી?”
આ સમાચાર પણ વાંચો : Disha Vakani: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ‘દયાબેન’ દિશા વાકાણીએ પરિવાર સાથે કર્યો મહાયજ્ઞ
FIR પર મિથુનનો જવાબ: “બંગાળમાં FIR તો સામાન્ય છે”
ફિલ્મના નિર્માતાઓ સામે રાજકીય પક્ષોએ FIR દાખલ કરી છે. આ અંગે મિથુન ચક્રવર્તીએ કહ્યું કે, “બંગાળમાં FIR તો મમરા ની જેમ વહેંચાય છે. જો TMCનો કોઈ પોલીસ સ્ટેશનમાં જાય તો FIR થઈ જાય. જો FIR થઈ છે તો વિવેક અગ્નિહોત્રી તેનો વિરોધ કરશે. એમાં કોઈ મોટી વાત નથી.”મિથુનએ કહ્યું કે, “દરેક વ્યક્તિ સત્યથી ડરે છે. આ 1947ની વાત છે, મારા જન્મ પહેલા ની. આપણે જાણતા નથી કે નોઆખાલી (Noakhali)માં શું થયું હતું કે કલકત્તાના મોટા હત્યાકાંડમાં શું થયું હતું. શું આપણે માત્ર એક લાઇન વાંચીને સમજી લઈએ? શું આપણે સત્ય જાણવા નથી ઈચ્છતા?”
BJP leader Mithun Chakraborty-
“The Bengal Files is a film that speaks about what happened in Bengal in 1946.
If we speak the truth, it is called propaganda.
Shouldn’t our generation know what happened to Noakhali, and what was Calcutta killing?” pic.twitter.com/czM2hss82c
— News Arena India (@NewsArenaIndia) August 20, 2025
‘ધ બંગાળ ફાઇલ્સ’ 5 સપ્ટેમ્બર 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી, અનુપમ ખેર અને દર્શન કુમાર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના વિષય અને વિવાદને લઈને દર્શકોમાં જિજ્ઞાસા અને ચર્ચા બંને છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)