News Continuous Bureau | Mumbai
Study: પેરાસિટામોલ (Paracetamol) એ સામાન્ય રીતે તાવ, માથાનો દુખાવો કે સામાન્ય પીડા માટે લેવામાં આવતી દવા છે. પરંતુ તાજેતરના વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે ગર્ભાવસ્થામાં વારંવાર પેરાસિટામોલ લેવું બાળકના મગજના વિકાસ પર નકારાત્મક અસર કરી શકે છે. અમેરિકાની ઇકાન સ્કૂલ ઓફ મેડિસિનના ડૉ. ડિડિયર પ્રાડા અને તેમની ટીમે 46 અભ્યાસોનું વિશ્લેષણ કરીને જણાવ્યું કે પેરાસિટામોલના વધુ ઉપયોગ અને બાળકોમાં ઓટિઝમ (Autism) અને ADHD (Attention Deficit Hyperactivity Disorder) વચ્ચે સંબંધ જોવા મળ્યો છે.
પેરાસિટામોલ કેવી રીતે અસર કરે છે?
- પેરાસિટામોલ પ્લેસેન્ટલ બેરિયર પાર કરી શકે છે
- ઓક્સિડેટિવ સ્ટ્રેસ (Oxidative Stress) અને હોર્મોનલ અસંતુલન પેદા કરે છે
- એપીજેનેટિક ફેરફાર (Epigenetic Changes) દ્વારા મગજના વિકાસમાં વિઘ્ન લાવે છે
- લાંબા સમય સુધી ઉપયોગથી ન્યુરોડેવલપમેન્ટલ (Neurodevelopmental) સમસ્યાઓનો ખતરો
ઓટિઝમ અને ADHD શું છે?
- ઓટિઝમ: બાળકોમાં વાતચીત, શીખવાની ક્ષમતા અને સામાજિક વ્યવહાર પર અસર
- ADHD: ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી, વધુ ચંચળતા અને આવેગશીલ વર્તન
આ સમાચાર પણ વાંચો : Health Alert: જો તમે પણ પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવો છો તો થઇ જાઓ સાવધાન, આ બીમારી નો વધી શકે છે ખતરો, જાણો તેનો સુરક્ષિત વિકલ્પ
ગર્ભાવસ્થામાં દવાઓ લેતી વખતે શું ધ્યાન રાખવું?
- ડૉક્ટરની સલાહ વિના કોઈ પણ દવા ન લેવી
- પેરાસિટામોલ માત્ર જરૂર હોય ત્યારે અને મર્યાદિત માત્રામાં લેવી
- કુદરતી પેઇન રિલિફ વિકલ્પો અજમાવવી જેમ કે મસાજ, હળવી કસરત, ગરમ પાણીથી સ્નાન
- વધુ અભ્યાસની જરૂર છે, પણ હાલની સ્થિતિમાં સાવચેતી રાખવી વધુ યોગ્ય
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)