Metro In Dino OTT release: મેટ્રો ઈન દીનો નું ઓટિટિ રિલીઝ પર આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અનુરાગ બસુની રોમેન્ટિક ફિલ્મ

Metro In Dino OTT release: અનુરાગ બસુની રોમેન્ટિક ફિલ્મ મેટ્રો ઈન દીનો ના ઓટિટિ રિલીઝ ને લઈને એક અપડેટ સામે આવ્યું છે થિયેટર બાદ હવે આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

by Zalak Parikh
Metro In Dino to Stream on Netflix from August 29

News Continuous Bureau | Mumbai

Metro In Dino OTT release: મેટ્રો ઈન દીનો ફિલ્મ 4 જુલાઈ 2025ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી અને હવે 29 ઓગસ્ટથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં ચાર અલગ-અલગ મેટ્રો શહેરોમાં રહેતા કપલ્સની કહાની છે, જે પ્રેમ, સંઘર્ષ અને સંબંધોની વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, સારા અલી ખાન, આદિત્ય રોય કપૂર, કોંકણા સેન શર્મા, અને અન્ય કલાકારો છે

આ સમાચાર પણ વાંચો :  Govinda and Sunita: જો ગોવિંદા અને સુનિતા વચ્ચે છૂટાછેડા થાય તો અભિનેતા ને પત્ની ને એલેમની પેટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે?

ફિલ્મની કહાની અને પાત્રો

મેટ્રો ઈન દીનો માં ચાર કપલ્સ છે – મુંબઈ, દિલ્હી, કોલકાતા અને બેંગલોરના પૃષ્ઠભૂમિ પર. દરેક કપલ અલગ-અલગ જીવનમૂલ્યો અને સંઘર્ષ સાથે પ્રેમની વિવિધ છાયાઓ દર્શાવે છે. ફિલ્મમાં યુવા પ્રેમથી લઈને વૃદ્ધ દંપતીના સંબંધ સુધીની સફર છે. આ ફિલ્મ ‘Life In A Metro’ (લાઈફ ઇન એ મેટ્રો)નું સીક્વલ છે. 

 

View this post on Instagram

 

A post shared by tseriesfilms (@tseriesfilms)


ફિલ્મે ભારતમાં 55 કરોડ અને વિશ્વભરમાં  65 કરોડની કમાણી કરી હતી. IMDb પર તેને 7.3 રેટિંગ મળ્યું છે. હવે નેટફ્લિક્સ પર 29 ઓગસ્ટથી ઉપલબ્ધ રહેશે, જ્યાં દર્શકો તેને વિવિધ ભાષાઓમાં જોઈ શકશે. જો તમે થિયેટરમાં જોઈ ન શક્યા હો, તો હવે આ રોમેન્ટિક ડ્રામા તમારા સ્ક્રીન પર આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More