પ્રતીક ગાંધી ગુજરાતી અભિનેતા છે તેમને ગુજરાતી માં ઘણી ફિલ્મો અને નાટકો કર્યા છે. 

પ્રતિક ગાંધીએ સ્કેમ 1992 સાથે ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો અને ત્યારબાદ તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં.

પ્રતીક ગાંધી આ દિવસોમાં તેમની વેબ સિરીઝ 'સારે જહાં સે અચ્છા' માટે ઘણી ચર્ચામાં છે. 

અભિનેતાએ જણાવ્યું કે 20 વર્ષ પહેલાં જ્યારે તે શરૂઆતના દિવસોમાં ઓડિશન માટે જતો હતો, ત્યારે ઘણી વખત દિગ્દર્શકો તેને કહેતા હતા, 'સારો અભિનેતા, તું સારું કરે છે પણ ચાલો જોઈએ'.

અભિનેતાએ વધુમાં કહ્યું કે દિગ્દર્શકો પાસેથી આ સાંભળ્યા પછી, તે હંમેશા વિચારતો હતો કે તેનામાં શું ખામી છે.

ઇન્ટરવ્યુમાં, પ્રતીકે ખુલાસો કર્યો કે ઘણી વખત તેમને એવું પણ કહેવામાં આવ્યું હતું કે તે હીરો મટિરિયલ નથી

૨૦૦૫ માં, તેમણે ગુજરાતી રંગભૂમિથી અભિનય કારકિર્દીની શરૂઆત કરી. આ પછી, તેઓ 'લવયાત્રી' અને 'મિત્રોં' જેવી ફિલ્મોમાં નાના પાત્રોમાં જોવા મળ્યા. 

૨૦૨૦ માં, તેમને 'સ્કેમ ૧૯૯૨' થી મોટો બ્રેક મળ્યો અને અહીંથી તેમના સ્ટારડમની શરૂઆત થઈ. આ પછી, તેઓ 'મડગાંવ એક્સપ્રેસ', 'દો ઔર દો પ્યાર', 'ધૂમ ધામ' જેવી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow