News Continuous Bureau | Mumbai
New Blood Pressure Guidelines: અમેરિકન હાર્ટ એસોસિએશન (AHA) અને અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી (ACC) દ્વારા 2025માં જાહેર કરાયેલી નવી બ્લડ પ્રેશર ગાઇડલાઇન મુજબ હવે 120/80 mmHg પણ નોર્મલ નથી ગણાતું. હવે આ રેન્જને “Elevated” કેટેગરીમાં રાખવામાં આવી છે. આ બદલાવ હૃદય, કિડની અને મગજના આરોગ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે
નવી કેટેગરી અને સ્ટેજેસ
- Normal BP: 115-119 / 70-79 mmHg
- Elevated BP: 120-129 / <80 mmHg
- Stage 1 Hypertension: 130-139 / 80-89 mmHg
- Stage 2 Hypertension: ≥140 / ≥90 mmHg
- Hypertensive Crisis: ≥180 / ≥120 mmHg
આ નવી કેટેગરીથી હવે વધુ લોકો હાઇપરટેન્શન (Hypertension)ના જોખમ હેઠળ આવે છે, ખાસ કરીને યુવાનો અને મધ્યવયસ્કો માટે.
લાઇફસ્ટાઇલ બદલાવ અને સારવાર
AHA મુજબ, Stage 1 Hypertension માટે પ્રથમ પગલું લાઇફસ્ટાઇલ બદલાવ છે — જેમ કે ડાયટ, વ્યાયામ, તણાવ નિયંત્રણ. જો ત્રણ મહિના સુધી કોઈ સુધારો ન જોવા મળે તો દવા શરૂ કરવાની ભલામણ છે. Stage 2 માટે સીધી દવા જરૂરી છે, ઘણીવાર બે દવાઓ સાથે શરૂ કરવી પડે છે
આ સમાચાર પણ વાંચો : Shortness of Breath: શું તમને પણ ચાલતી વખતે શ્વાસ ફૂલે છે? આ કારણો હોઈ શકે છે જવાબદાર
દવા કંપનીઓના ફાયદા પર ઉઠતા પ્રશ્નો
આ ગાઇડલાઇન બદલાવથી દવા કંપનીઓના ફાયદા અંગે પણ ચર્ચા થઈ રહી છે. ઘણા નિષ્ણાતો માને છે કે વધુ લોકોને હાઇપરટેન્શન તરીકે વર્ગીકૃત કરવાથી દવાઓની માંગ વધે છે. જોકે AHA કહે છે કે આ બદલાવ આરોગ્ય સંભાળ અને સમયસર સારવાર માટે છે, ન કે વેપાર માટે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)