ઓગસ્ટ મહિનામાં, સલમાન બિગ બોસની નવી સીઝન લઈને આવ્યો છે.  

આ સીઝનમાં શોમાં કલાકારો, મોડેલો અને પ્રભાવકોની ભીડ છે. તેમાંથી એક તાન્યા મિત્તલ છે.

તાન્યા દરરોજ પોતાના નિવેદનોથી લોકોને ચોંકાવી રહી છે. અને લાઈમલાઈટ લૂંટી રહી છે. 

હવે તેણીએ કહ્યું કે તે શોમાં તે ૮૦૦ સાડીઓ લાવી છે. પોતાના નિર્ણય વિશે વાત કરતાં, તેણીએ કહ્યું કે હું મારી વૈભવી જીવનશૈલી છોડવાની નથી.

મેં નક્કી કર્યું છે કે હું દરરોજ ત્રણ સાડીઓ પહેરીશ અને દિવસભર બદલતી રહીશ 

તાન્યા એ  કહ્યું કે તે પોતાની સાથે ઘરેણાં અને એસેસરીઝ પણ લાવી છે.

તાન્યાએ પોતાની સુરક્ષા વિશે વાત કરતા કહ્યું કે તેના બોડીગાર્ડ્સે કુંભમાં 100 લોકોના જીવ બચાવ્યા હતા. તે હંમેશા સુરક્ષા સાથે ફરવા માંગે છે. 

વૈભવી જીવન ઉપરાંત, તાન્યાએ શોમાં તેના લગ્નની યોજનાઓ પણ જાહેર કરી. તેણીએ કહ્યું કે શો છોડ્યા પછી તે આવતા વર્ષે લગ્ન કરશે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow