News Continuous Bureau | Mumbai
Trump Tariffs ભારતીય શેર બજારમાં ઘટાડાની સાથે જ વિદેશી રોકાણકારોની ભારતીય બજાર પ્રત્યેની નિરસતા ઓગસ્ટ મહિનામાં વધુ સ્પષ્ટ દેખાઈ. તેનો અંદાજ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોની (FPIs) વેચવાલીના આંકડા પરથી લગાવી શકાય છે. ઓગસ્ટ મહિનામાં આ રોકાણકારોએ 34,993 કરોડની રકમ પાછી ખેંચી, જે છેલ્લા છ મહિનામાં સૌથી વધુ છે અને જુલાઈ મહિનાની સરખામણીમાં બમણી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવવામાં આવેલા 50% ટેરિફથી આ રોકાણકારોનો મૂડ બગડવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.
શા માટે વિદેશી રોકાણકારોએ નાણાં પાછા ખેંચ્યા?
બજારના નિષ્ણાતોના મતે, FPIsની આ ઝડપી વેચવાલી પાછળનું કારણ માત્ર સ્થાનિક બજારનું ઊંચું મૂલ્ય નથી, પરંતુ વૈશ્વિક સ્તરે ટેરિફથી મચેલી ગરબડનો પણ મોટો રોલ છે. ફેબ્રુઆરી 2025 પછીના કોઈ પણ મહિનામાં આ સૌથી મોટી ઉપાડ રહી છે, જ્યારે વિદેશી રોકાણકારોએ 34,574 કરોડની વેચવાલી કરી હતી. આ સિવાય, શેરબજારમાં વેપાર કરતી ઘણી કંપનીઓના જૂન ત્રિમાસિક ગાળાના પરિણામો પણ અપેક્ષા મુજબના ન હોવાથી રોકાણકારો નિરાશ થયા છે, જેના કારણે પણ વેચવાલી વધી છે.
આ સમાચાર પણ વાંચો : TikTok Job: ભારતમાં થઇ ટિક્ટોક માટે ની ભરતી શરૂ, શું દેશ માં થશે એપનું કમબેક ?
વેચવાલીની શેર બજાર પર શું અસર થઈ?
Trump Tariffs 50% ટ્રમ્પ ટેરિફની અસર ભારતીય શેરબજાર પર સતત જોવા મળી રહી છે. ગયા સપ્તાહે સેન્સેક્સમાં ભારે ઘટાડો આવ્યો અને ઇન્ડેક્સ 1,497.2 પોઈન્ટ્સના ઘટાડામાં રહ્યો. બજારમાં ટેરિફ ને કારણે મચેલી હાહાકાર માં ટોચની 10 કંપનીઓમાંથી આઠની માર્કેટ વેલ્યુમાં 2.24 લાખ કરોડથી વધુનો સંયુક્ત ઘટાડો જોવા મળ્યો. આ ઘટાડામાં સૌથી વધુ નુકસાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને HDFC બેંકના રોકાણકારોને થયું.
એક બાજુથી ઉપાડ, તો બીજી બાજુ રોકાણ
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જ્યાં એક તરફ વિદેશી રોકાણકારો ઇક્વિટી માર્કેટમાંથી પૈસા પાછા ખેંચી રહ્યા છે, ત્યાં બીજી તરફ તેઓ પ્રાઇમરી માર્કેટમાં મજબૂત હાજરી નોંધાવી રહ્યા છે. વર્ષ 2025માં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ આઇપીઓમાં 40,305 કરોડનું રોકાણ કર્યું છે. આ દર્શાવે છે કે તેઓ બજારમાં લાંબા ગાળાના પ્રોજેક્ટ્સમાં હજુ પણ વિશ્વાસ ધરાવે છે.