Mahavatar Narasimha: મહાવતાર નરસિંહાએ રચ્યો ઇતિહાસ, આટલા ટકા ROI સાથે બની ભારતની સૌથી વધુ નફાકારક એનિમેશન ફિલ્મ

Mahavatar Narasimha: 15 કરોડના બજેટ સામે મહાવતાર નરસિંહાએ 241 કરોડની કમાણી, ફિલ્મે કાશ્મીર ફાઈલ્સને પણ પાછળ છોડી

by Zalak Parikh
Mahavatar Narasimha Breaks Records with 1500% ROI, Becomes India’s Most Profitable Animated Film

News Continuous Bureau | Mumbai

Mahavatar Narasimha: 25 જુલાઈએ રિલીઝ થયેલી “મહાવતાર નરસિંહા” (Mahavatar Narasimha) એ ભારતીય એનિમેશન ફિલ્મ માટે ઐતિહાસિક સિદ્ધિ સાબિત થઈ છે. માત્ર 15 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે અત્યાર સુધી  241.2 કરોડનો નેટ બોક્સ ઓફિસ કલેક્શન (Box Office Collection) અને  284.61 કરોડનો ગ્રોસ કલેક્શન નોંધાવ્યો છે. ROI એટલે કે Return on Investment 1508% થયો છે, જે આજ સુધીની કોઈ પણ હિન્દી ફિલ્મ માટે સૌથી વધુ છે.

આ સમાચાર પણ વાંચો : Vash Level-2: બોક્સ ઓફિસ પર છવાઈ ગુજરાતી ફિલ્મ વશ લેવલ 2, માત્ર 6 જ દિવસ માં કરી આટલી કમાણી

ફિલ્મે કાશ્મીર ફાઈલ્સને પણ પાછળ છોડી

ફિલ્મે “કાશ્મીર ફાઈલ્સ”  જેવી હિટ ફિલ્મને પણ નફાકારકતામાં પાછળ છોડી છે. “મહાવતાર નરસિંહા” હવે મોડર્ન એરા (Modern Era)ની સૌથી વધુ નફાકારક હિન્દી ફિલ્મ બની ગઈ છે. 39 દિવસ પછી પણ ફિલ્મની કમાણી ચાલુ છે.ફિલ્મની સફળતા બાદ મેકર્સે આગામી 6 પાર્ટ્સની જાહેરાત કરી છે. 2027માં “મહાવતાર પરશુરામ”, 2029માં “મહાવતાર રઘુનંદન”, 2031માં “મહાવતાર દ્વારકાધીશ”, 2033માં “મહાવતાર ગોકુલાનંદ”, અને 2035-2037માં “મહાવતાર કલ્કી” પાર્ટ 1 અને 2 રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Hombale Films (@hombalefilms)


“મહાવતાર નરસિંહા”એ ભારતીય એનિમેશન માટે નવો યુગ શરૂ કર્યો છે. ફિલ્મમાં ભગવાન વિષ્ણુના અવતારને આધુનિક ટેક્નોલોજી અને ભવ્ય દ્રશ્યો સાથે રજૂ કરવામાં આવ્યા છે, જે દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More