News Continuous Bureau | Mumbai
Donald Trump અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક વિશ્વને આંચકા આપી રહ્યા છે, અને હવે તેમનો ટાર્ગેટ ભારત પર છે. તાજેતરમાં, અમેરિકી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ પ્રશાસનને ઇમિગ્રેશન નીતિ લાગુ કરવાની મંજૂરી આપી છે, જે વિદેશી નાગરિકો, ખાસ કરીને ભારતીયો માટે મોટા જોખમરૂપ સાબિત થઈ શકે છે. આ નિર્ણયને કારણે ટ્રમ્પ હવે સીધા જ વિદેશી નાગરિકોને દેશ છોડવાનો આદેશ આપી શકશે.
સુપ્રીમ કોર્ટનો નિર્ણય શું છે?
અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ પ્રશાસનને ઇમિગ્રેશન નીતિ લાગુ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. જોકે, એક નાનકડી શરત છે કે જો એજન્ટ્સને ખબર પડે કે સામેવાળી વ્યક્તિ અમેરિકી નાગરિક છે અથવા કાયદેસર રીતે દેશમાં રહે છે, તો તેને તરત જ જવા દેવો પડશે. પરંતુ, અન્ય દેશોના નાગરિકો પર સીધી કાર્યવાહી કરી શકાશે. આ નીતિથી દેશની સુરક્ષા મજબૂત થશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે, એવો પ્રશાસનનો દાવો છે.
ભારતીયો માટે કેમ છે જોખમી?
આ નીતિનો સૌથી મોટો ભય ભારતીય નાગરિકોને છે. મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો અમેરિકામાં વસવાટ કરે છે અને મોટી કંપનીઓમાં ઉચ્ચ પદો પર કામ કરે છે. ટ્રમ્પનું માનવું છે કે વિદેશી નાગરિકો મોટી સંખ્યામાં નોકરીઓ મેળવી રહ્યા છે અને પૈસા કમાઈ રહ્યા છે, જેના કારણે અમેરિકન લોકોને નોકરીઓ મળતી નથી. આ નીતિ હવે ભારતીયો માટે જોખમરૂપ બની શકે છે, ખાસ કરીને જેમની વિઝા અવધિ પૂરી થઈ ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai High Alert: નૌકાદળના અધિકારી ના ગણવેશ માં આવેલા વ્યક્તિએ જવાન પાસે થી છીનવી આ વસ્તુઓ, એટીએસ થયું સક્રિય
નીતિ સામે વિરોધ પ્રદર્શન
ટ્રમ્પ પ્રશાસનની આ નીતિઓનો ભારે વિરોધ થઈ રહ્યો છે. જુલાઈમાં કેટલાક સ્થળાંતરિત લોકોએ ટ્રમ્પ પ્રશાસન વિરુદ્ધ કાનૂની કાર્યવાહી શરૂ કરી હતી. તેમ છતાં, ટ્રમ્પના ટેરિફ ના નિર્ણયોએ ભારત અને અમેરિકાના સંબંધોમાં તણાવ વધાર્યો છે. આ બીજી નીતિ વધુ જોખમી સાબિત થઈ શકે છે. પાછલા કેટલાક વર્ષોથી અમેરિકામાંથી વિઝાની મુદત પૂરી થઈ ગયેલા લોકોને દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે, અને વિઝાની શરતોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.