Aishwarya Rai Bachchan: ઐશ્વર્યા રાય બચ્ચન એ ખટખટાવ્યો દિલ્હી હાઈકોર્ટ નો દરવાજો, આ મામલે કોર્ટ પહોંચી અભિનેત્રી

Aishwarya Rai Bachchan: ઐશ્વર્યા રાય બચ્ચન દિલ્હી હાઇકોર્ટ પહોંચી હતી. અભિનેત્રી એ દલીલ કરી કે તેની છબિ, નામ અને વ્યક્તિત્વનો વેપારિક લાભ માટે ઉપયોગ થઈ રહ્યો છે

by Zalak Parikh
Aishwarya Rai Bachchan moves Delhi High Court against misuse of AI-generated images, seeks protection of personality rights

News Continuous Bureau | Mumbai

Aishwarya Rai Bachchan: બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન એ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેણે એવી દલીલ કરી છે કે અનેક વેબસાઇટ્સ અને બ્રાન્ડ્સ તેના નામ, છબી અને એઆઈ થી બનાવેલી અસલી જેવી તસવીરોનો ઉપયોગ કરી રહ્યા છે, જેનાથી તેના વ્યક્તિગત હકો નું ઉલ્લંઘન થઈ રહ્યું છે

આ સમાચાર પણ વાંચો : Abhinav Kashyap: ‘દબંગ’ના ડિરેક્ટર અભિનવ કશ્યપે સલમાન અને ખાન પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ, તેમનું નિવેદન થયું વાયરલ

કોર્ટમાં રજૂ કરાયેલા મુખ્ય મુદ્દાઓ

ઐશ્વર્યા રાય બચ્ચન ના વકીલ એ જણાવ્યું કે કેટલીક વેબસાઇટ્સ તેના નામથી મગ, ટી-શર્ટ્સ અને વોલપેપર વેચી રહી છે. યુટ્યુબ પર પણ એઆઈથી મોર્ફ કરેલી તસવીરો અપલોડ થઈ રહી છે. આ તસવીરો ઐશ્વર્યા રાયની નથી અને તેણે ક્યારેય આવી છબીઓ માટે મંજૂરી આપી નથી.ન્યાયમૂર્તિ એ મૌખિક રીતે સંકેત આપ્યો કે તેઓ પ્રતિવાદીઓ સામે તાત્કાલિક આદેશ આપશે. ગુગલ ના વકીલને 151 URL લિંક્સ તાકીદે ડિલીટ કરવા માટે પણ કહ્યું છે. કેસની આગામી સુનાવણી 15 જાન્યુઆરી 2026ના રોજ થશે.

 

View this post on Instagram

 

A post shared by Zoom TV (@zoomtv)


આ પહેલા 2023માં અનિલ કપૂર અને 2022માં અમિતાભ બચ્ચન એ પણ તેમના પર્સનાલિટી રાઇટ્સ માટે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે તેમના નામ, અવાજ અને છબી ના દુરુપયોગ સામે રક્ષણ આપ્યું હતું. ઐશ્વર્યા રાયનો કેસ પણ એ જ દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More