News Continuous Bureau | Mumbai
‘The Bengal Files’ : વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્મિત ફિલ્મ ‘ધ બંગાળ ફાઈલ્સ’ 5 સપ્ટેમ્બર 2025ના રોજ રિલીઝ થઈ હતી, પરંતુ પશ્ચિમ બંગાળમાં તેને સ્ક્રીન કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. થિયેટર માલિકો પર દબાણ હોવાના આરોપો વચ્ચે, ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યૂસર્સ એસોસિએશન (IMPPA)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને ચિઠ્ઠી લખી છે અને દખલની માંગ કરી છે
આ સમાચાર પણ વાંચો : ‘The Bads of Bollywood’ Trailer: ધ બેડસ ઓફ બોલિવૂડ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, આર્યન ખાન ની ડિરેક્ટોરિયલ ડેબ્યુ સિરીઝ માં જોવા મળી બોલીવૂડના ચમકતા ચહેરાઓની ઝલક
IMPPAની ચિઠ્ઠી: “ફિલ્મને રોકવું બંધારણીય હકનું ઉલ્લંઘન”
IMPPAએ ચિઠ્ઠીમાં લખ્યું છે કે ‘ધ બંગાળ ફાઈલ્સ’ને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) પાસ કરી ચૂક્યું છે, એટલે કે તેને રિલીઝ કરવાનો સંપૂર્ણ કાનૂની અધિકાર છે. છતાં, થિયેટર માલિકો પર દબાણ કરીને ફિલ્મને રોકવામાં આવી રહી છે. ચિઠ્ઠીમાં રાજ્ય સરકાર પર પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે તે કાયદો અને વ્યવસ્થાનું યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં નિષ્ફળ રહી છે.
BREAKING – The Indian Motion Picture Producers’ Association (IMPPA) has made an urgent appeal to Hon’ble Prime Minister Shri Narendra Modi for immediate intervention to ensure the release of filmmaker Vivek Ranjan Agnihotri’s The Bengal Files in West Bengal.
Despite receiving… pic.twitter.com/pMcB4IuJL3
— Rohit Jaiswal (@rohitjswl01) September 9, 2025
ફિલ્મને CBFC દ્વારા ‘A’ સર્ટિફિકેટ મળ્યું છે અને તેમાં કેટલાક સંવેદનશીલ દ્રશ્યોમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે. કલકત્તા હાઈકોર્ટ દ્વારા ફિલ્મના રિલીઝ પર રોક લગાવવાની અરજી ફગાવવામાં આવી હતી, જે IMPPAના દાવાને વધુ મજબૂતી આપે છે કે ફિલ્મને રોકવું કાનૂની રીતે યોગ્ય નથી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)