Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે

Indian Railway સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે

News Continuous Bureau | Mumbai

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર મહેસાણા-પાલનપુર સેક્શનમાં ધારેવાડા-છપ્પી સ્ટેશનો વચ્ચે એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક લેવાના કારણે, સાબરમતી-જોધપુર-સાબરમતી એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:-

  • 18 સપ્ટેમ્બર 2025 ની ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ સાબરમતી અને આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • 17 સપ્ટેમ્બર 2025 ની ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ આબુ રોડ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેનોના સ્ટોપેજ, રૂટ અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.