News Continuous Bureau | Mumbai
ભારતમાં બહુચર્ચિત અને બહુપ્રતિક્ષિત આઈફોન 17 લોન્ચ થયા બાદ તેને ખરીદવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. મુંબઈ, દિલ્હી, પુણે, અને હૈદરાબાદ જેવા મેટ્રો શહેરોમાં હજારો લોકોએ સ્ટોર્સની બહાર લાંબી કતારો લગાવી હતી. મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં કંપનીના ફ્લેગશિપ સ્ટોરની બહાર તો મોટી ભીડને કારણે મારામારીનો બનાવ પણ બન્યો હતો. એપલે આઈફોન 17 સિરીઝની કિંમત ₹82,900 થી ₹2,29,900 વચ્ચે રાખી છે.
ગોકુલ અધ્યક્ષની વાયરલ પોસ્ટ
આ બધાની વચ્ચે કોલ્હાપુર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, એટલે કે ગોકુલના અધ્યક્ષ નવીદ મુશ્રીફની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. તેમણે ₹2 લાખના આઈફોન કરતાં ₹2 લાખની કિંમતની દુધાળી ભેંસો ખરીદવાની સલાહ આપી છે. તેમની પોસ્ટમાં તેમણે જણાવ્યું કે સાચું રોકાણ તે છે જે આવક (ઉત્પન્ન) આપે છે. તેમણે યુવાનોને ભેંસો ખરીદવાની અપીલ કરી, કારણ કે આઈફોન ખરીદ્યા પછી તેની કિંમત સતત ઘટતી જાય છે. તેમણે કહ્યું કે, કદાચ બે વર્ષ પછી તેની કિંમત 40 હજાર રૂપિયા ઓછી થઈ જાય, પરંતુ તે જ કિંમતમાં ભેંસ ખરીદવાથી રોકાણ બમણું થઈ શકે છે.
View this post on Instagram
આ સમાચાર પણ વાંચો : Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
લોકોની પ્રતિક્રિયા અને ગોકુલનો સંકલ્પ
નવીદ મુશ્રીફની પોસ્ટના વખાણની સાથે સાથે કેટલાક લોકોએ કટાક્ષભરી ટિપ્પણીઓ પણ કરી છે. કેટલાક લોકોએ તેમને પૂછ્યું કે તમારી પાસે કેટલી ભેંસો છે, જ્યારે કેટલાકે આવી જાહેરાત દરેક દૂધ સંસ્થામાં લગાવવાની સલાહ આપી છે. આઈફોન ખરીદવા માટે લાંબી કતારો અને EMI ના કારણે થતા આર્થિક બોજને જોતા ગોકુલ અધ્યક્ષની આ પોસ્ટ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના યુવાનો માટે આંખ ઉઘાડનારી છે. આઈફોન ખૂબ મોંઘો હોવા છતાં, હવે સામાન્ય લોકોના હાથમાં પણ જોવા મળે છે, જેના માટે તેઓ ત્રણથી પાંચ વર્ષ સુધી EMI ચૂકવે છે.
બીજી તરફ, ગોકુલે 25 લાખ લિટર દૂધ એકઠું કરવાનો સંકલ્પ કર્યો છે અને તેમાં ભેંસના દૂધનો હિસ્સો સૌથી વધુ હોય તેવા પ્રયાસો ચાલી રહ્યા છે. અધ્યક્ષ નવીદ મુશ્રીફે પોતે પહેલ કરી હરિયાણાથી મુરા જાતિની 20 ઉત્તમ ભેંસો ખરીદી છે. તેમની પાસે હાલમાં 54 હરિયાણવી પશુઓ છે.