News Continuous Bureau | Mumbai
થાણેના લોકોનું વર્ષો જૂનું સપનું હવે સાકાર થઈ રહ્યું છે. શહેરના ભારે ટ્રાફિક જામમાંથી છુટકારો મેળવવા માટે બહુપ્રતીક્ષિત ‘મેટ્રો 4A’ નો ટ્રાયલ રન સોમવાર, 22 સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ ઐતિહાસિક મુસાફરીને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજીત પવારની હાજરીમાં લીલી ઝંડી આપવામાં આવશે. આ મેટ્રોના કારણે ઘોડબંદર રોડ પરના ટ્રાફિકની સમસ્યા હલ થવાની આશા છે.
ઘોડબંદર રોડ પરનો ટ્રાફિક ઘટશે
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) દ્વારા 32.3 કિલોમીટર લાંબા વડાલા-થાણે-કાસારવડાવલી મેટ્રો-4 કોરિડોરનું કામ ચાલી રહ્યું છે. આ માર્ગનું ગાયમુખ સુધી (મેટ્રો 4A) વિસ્તરણ પણ તબક્કાવાર કરવામાં આવી રહ્યું છે. આમાંથી 10.5 કિલોમીટરનો ‘કેડબરી જંકશનથી ગાયમુખ’ નો મહત્વપૂર્ણ તબક્કો લગભગ પૂર્ણ થઈ ગયો છે અને ટ્રાયલ રન અને સુરક્ષા મંજૂરી મળ્યા બાદ વર્ષના અંત સુધીમાં તે મુસાફરો માટે શરૂ થવાની અપેક્ષા છે. આ મેટ્રો ઘોડબંદર રોડ પરના ટ્રાફિકને ઘટાડવામાં મદદ કરશે.
થાણે મેટ્રોના 10 સ્ટેશનો કયા છે?
થાણે મેટ્રોના 10 સ્ટેશનો પણ નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં આ ટ્રાયલ રન થશે. આ 10 સ્ટેશનોના નામ નીચે મુજબ છે:
કેડબરી
માજીવાડા
કપૂરબાવડી
માનપાડા
ટિકુજી-ની-વાડી
ડોંગરી પાડા
વિજય ગાર્ડન
કાસારવડાવલી
ગવ્હાણપાડા
ગાયમુખ
આ સમાચાર પણ વાંચો : Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી
થાણે મેટ્રોનો માર્ગ
મેટ્રો 4નો માર્ગ 32.32 કિલોમીટર લાંબો છે, જ્યારે મેટ્રો 4A નો માર્ગ 2.7 કિલોમીટર લાંબો છે. આ બંને માર્ગો પર કુલ 32 સ્ટેશનો હશે. ત્રણ તબક્કામાં વહેંચાયેલા વડાલાથી કાસારવડાવલી સુધીનો માર્ગ લગભગ 80 ટકા પૂર્ણ થઈ ગયો છે. કાસારવડાવલીથી કેડબરી જંકશન સુધીનો પહેલો ભાગ ડિસેમ્બર 2025 સુધીમાં તૈયાર થવાની અપેક્ષા છે. ત્યારબાદ 2026 માં કેડબરી જંકશનથી ગાંધીનગરનો ભાગ અને 2027 માં વડાલાનો છેલ્લો ભાગ તૈયાર થશે. કાસારવડાવલીથી ગાયમુખને જોડતો ગ્રીન લાઈન 4A વિસ્તાર 90 ટકા પૂર્ણ થઈ ગયો છે અને આ વર્ષના અંત સુધીમાં તે શરૂ થવાની શક્યતા છે. આમ, થાણે શહેરની પ્રથમ મેટ્રો આ વર્ષના અંતમાં દોડશે, જ્યારે વડાલા સુધી મેટ્રોથી મુસાફરી કરવા માટે થાણેના લોકોને હજુ વધુ રાહ જોવી પડશે.