News Continuous Bureau | Mumbai
Face Wash Tips for Women: મહિલાઓ માટે ચહેરાની સંભાળ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણીવાર એવું માનવામાં આવે છે કે વારંવાર ફેસ વોશ કરવાથી ચહેરો વધુ ચમકદાર અને સ્વચ્છ રહેશે. પરંતુ તજજ્ઞો કહે છે કે વધુ વખત ચહેરો ધોવાથી સ્કિનને નુકસાન થઈ શકે છે. એક નિષ્ણાત ના જણાવ્યા મુજબ, દિવસમાં માત્ર બે વાર – સવારે અને રાત્રે સૂતા પહેલા – ફેસ વોશ કરવો પૂરતો છે.
વારંવાર ફેસ વોશ કરવાથી થતું નુકસાન
- ઓવર ક્લિંઝિંગ : વારંવાર ચહેરો ધોવાથી સ્કિનની નેચરલ પ્રોટેક્ટિવ લેયર નષ્ટ થાય છે.
- સ્કિન ઇરિટેશન: વારંવાર ધોવાથી લાલાશ, ખંજવાળ અને રેશેસ થઈ શકે છે.
- પિંપલ્સ અને બ્રેકઆઉટ્સ: ડ્રાય સ્કિનને કારણે વધુ તેલ ઉત્પન્ન થાય છે, જેનાથી પિંપલ્સ વધી શકે છે.
ફેસ વોશ કેવી રીતે પસંદ કરવો?
- સ્કિન ટાઈપ મુજબ પસંદગી: ઓઈલી સ્કિન માટે જેલ બેઝ્ડ અને ડ્રાય સ્કિન માટે ક્રીમ બેઝ્ડ ફેસ વોશ યોગ્ય છે.
- કેમિકલથી બચો: હાર્શ કેમિકલ્સવાળા પ્રોડક્ટ્સ સ્કિનને નુકસાન પહોંચાડી શકે છે.
- નેચરલ ઘટકો પસંદ કરો: એલોવેરા, ગુલાબજળ, ચંદન જેવા ઘટકોવાળા ફેસ વોશ વધુ લાભદાયક છે.
આ સમાચાર પણ વાંચો : Beauty Tips: વાળમાં મહેંદી લગાવતી વખતે રાખો આ સાવધાની, તમારા વાળને થઇ શકે છે નુકસાન
ફેસ વોશ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
- હળવા હાથથી ફેસ વોશ લગાવો અને માઈલ્ડ મસાજ કરો.
- ફેસ વોશ પછી મોઈશ્ચરાઈઝર જરૂરથી લગાવો.
- પસીનો આવ્યે ત્યારે જ જરૂર હોય ત્યારે ફેસ ધોવો, પણ ઓવર ક્લિંઝિંગથી બચો.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
Join Our WhatsApp Community