Nita Ambani Navratri Look: નવરાત્રીના નવ રંગોમાં સજ્જ નીતા અંબાણી, પહેર્યો દેવી દુર્ગાના નવ રૂપો દર્શાવતો લેહંગો,સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીરો

Nita Ambani Navratri Look: એન્ટિલિયા ખાતે નીતા અંબાણી એ નવરાત્રીના પાવન અવસરે પહેર્યો નવ રંગોવાળો લહેંગો જે દેવી દુર્ગાના નવ રૂપોને દર્શાવે છે

by Zalak Parikh
Nita Ambani’s Navratri Look in Nine Colors Stuns Social Media; Inspired by Goddess Durga

News Continuous Bureau | Mumbai

Nita Ambani Navratri Look: અંબાણી પરિવાર હંમેશા તહેવારોને શાહી અંદાજમાં ઉજવવા માટે જાણીતો છે. આ વખતે પણ મુકેશ અંબાણી અને નીતા અંબાણી ના મુંબઈ સ્થિત નિવાસ એન્ટિલિયા માં નવરાત્રીની ઉજવણી ખૂબ જ ભવ્ય રીતે થઈ રહી છે. ખાસ કરીને નીતા અંબાણીના લુકે સૌનું ધ્યાન ખેંચ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Avika Gor: ‘બાલિકા વધૂ’ ફેમ અવિકા ગોરે તેના લગ્ન નું કાર્ડ શેર કરી કહી આવી વાત

દેવી દુર્ગાના નવ રૂપો દર્શાવતો લેહંગો

નીતા અંબાણી ની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીરો માં નીતા અંબાણી મોનિકા અને કરિશ્મા ના બ્રાન્ડ Z નો ખાસ લહેંગો પહેરેલી જોવા મળે છે. આ લહેંગામાં દેવી દુર્ગાના નવ રૂપોને દર્શાવતા નવ અલગ-અલગ રંગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. લહેંગો રિચ બનારસી બ્રોકેડ ફેબ્રિકથી બનાવવામાં આવ્યો છે, જે તેને શાહી અને પરંપરાગત લુક આપે છે.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)


લહેંગા સાથે નીતા અંબાણીએ ગુલાબી રંગનો બ્લાઉઝ પહેર્યો હતો, જેમાં સોનેરી અને કાંસ્ય રંગની બારીક કઢાઈ હતી. લુકને પૂર્ણ કરવા માટે તેમણે પરંપરાગત ટાઈ-ડાઈ લહેરિયા દુપટ્ટો પણ કેરી કર્યો.ત્રણ સ્તરવાળો હીરા અને પન્નાનો હાર,મેચિંગ ઝુમકા, બોરલા,અંગૂઠીઓ અને ચૂડીઓ, જે લહેંગાના રંગો સાથે મેળ ખાતી હતી. સાથે જ મેકઅપમાં સટલ લુક, લાલ બિન્દી અને મિડ-પાર્ટેડ ક્લાસિક જૂડો નીતા અંબાણી ના લુક માં વધારો કરી રહ્યા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More