Today’s Horoscope : આજનો દિવસ: ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫, શુક્રવાર,જાણો આપનું રાશિફળ

૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે આસો સુદ ચોથ તિથિ છે

by Zalak Parikh
todays horoscope today 26 september 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧

 

“તિથિ” – આસો સુદ ચોથ

 

“દિન મહીમા”

મા લલીતા પંચમી, યુધિષ્ઠીર જયંતિ, ઉપાંગ લલીતા વ્રત, વિછુંડો બેસે ૧૫ઃ૨૫, કુમારયોગ ૦૯:૩૪થી ૨૨:૦૯, વિષ્ટી ૦૯:૩૪ સુધી, રવિયોગ ૨૨.૦૯થી 

 

“સુર્યોદય” – ૬.૨૯ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૩૦ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૦.૫૯ થી ૧૨.૩૦

 

“ચંદ્ર” – તુલા, વૃશ્ચિક (૧૫.૨૨)

આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૩.૨૨ સુધી તુલા રહેશે ત્યારબાદ વૃશ્ચિક રહેશે.

 

“નક્ષત્ર” – વિશાખા, અનુરાધા (૨૨.૦૮)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૧૫.૨૨)

બપોરે ૩.૨૨ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૬.૨૯ – ૭.૫૯

લાભઃ ૭.૫૯ – ૯.૨૯

અમૃતઃ ૯.૨૯ – ૧૦.૫૯

શુભઃ ૧૨.૩૦ – ૧૩.૫૯

ચલઃ ૧૬.૫૯ – ૧૮.૩૦

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૧.૩૦ – ૨૨.૫૯

શુભઃ ૨૪.૩૦ – ૨૫.૫૯

અમૃતઃ ૨૫.૫૯ – ૨૭.૩૦

ચલઃ ૨૭.૩૦ – ૨૮.૫૯

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

નજીકના ક્ષેત્રો માં મધ્યમ રહે પરંતુ દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, નવા મિત્રો બનાવી શકો, શુભ દિન.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

તબિયતની કાળજી લેવી, ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે, જીવન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે .

 

“કર્કઃ”(ડ,હ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્ત કરી શકો , આનંદદાયક  દિવસ .

 

“સિંહઃ”(મ,ટ)-

જમીન મકાન વાહન સુખ સારું રહે, પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય કરી શકો, દિવસ લાભદાયક રહે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

મિત્રોની મદદ થી કાર્ય થાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે, પરિવાર સાથે આનંદ કરી શકો.

 

“તુલાઃ”(ર,ત)-

તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય, એકધારા પ્રયત્નોથી સફળતા મળે, આગળ વધી શકો .

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નોકરી ધંધો શોધતા મિત્રો માટે શુભ દિન, કામકાજમાં સફળતા મળે, દિવસ પ્રગતિકારક અને શુભ રહે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

કામકાજ માં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસ માં કાળજી રાખવી, મધ્યમ દિવસ.

 

“મકરઃ”(ખ,જ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, લેખન વાંચન મંથન થી આનંદ મળે, રચનાત્મક કાર્ય કરી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

વેપારીવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે, નોકરિયાતવર્ગે સમજી ને ચાલવું.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો, આધ્યાત્મિક ચિંતન થાય, પવિત્ર વ્યક્તિને મળી શકો.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More