Veer Sharma death: કોટામાં થયો એક હૃદયદ્રાવક અકસ્માત, ટીવી એક્ટર વીર શર્મા અને તેમના ભાઈ શૌર્ય શર્માનું થયું દુઃખદ અવસાન, જાણો વિગતે

Veer Sharma death: અનંતપુરા વિસ્તારમાં આવેલા દીપશ્રી એપાર્ટમેન્ટમાં લાગેલી ભયંકર આગમાં વીર શર્મા અને શૌર્ય શર્માનું દુઃખદ અવસાન થયું છે.

by Zalak Parikh
Veer Sharma and Brother Die in Tragic Kota Apartment Fire

News Continuous Bureau | Mumbai

Veer Sharma death:  કોટા ના અનંતપુરા વિસ્તારમાં આવેલા દીપશ્રી એપાર્ટમેન્ટ માં લાગેલી ભયંકર આગમાં 10 વર્ષીય ટીવી એક્ટર વીર શર્મા અને તેમના 15 વર્ષીય ભાઈ શૌર્ય શર્મા નું દુઃખદ અવસાન થયું છે. આગ એટલી ઝડપથી ફેલાઈ કે બંને ભાઈઓ ઘરમાં ફસાઈ ગયા અને ઘન ધૂમાડાથી શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમનું મૃત્યુ થયું.

આ સમાચાર પણ વાંચો : Bobby Deol: બોબી દેઓલે ખોલ્યા તેના રહસ્યો, પોતાના જીવનના અંધારા સમય અને દારૂ ની લત ને લઈને કહી આવી વાત

અગ્નિકાંડના કારણો અને પોલીસ તપાસ

પ્રાથમિક તપાસ મુજબ આગ શોર્ટ સર્કિટ ના કારણે લાગી હોવાનું માનવામાં આવે છે. પોલીસ અધિક્ષક  એ જણાવ્યું કે ડ્રોઇંગ રૂમ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયો હતો અને ફ્લેટના અન્ય ભાગોમાં પણ આગના નિશાન જોવા મળ્યા હતા. સ્ટેશન હાઉસ  એ પણ ઇલેક્ટ્રિકલ ખામી ને આગ લાગવાનું કારણ ગણાવ્યું છે.આ દુઃખદ ઘટનાની વચ્ચે પરિવાર દ્વારા એક માનવતાપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો — બંને બાળકોની આંખો દાનમાં આપી દેવામાં આવી, જેથી જરૂરિયાતમંદોને દ્રષ્ટિ મળી શકે. આ પગલાંએ સમાજમાં એક સંવેદનશીલ સંદેશ આપ્યો છે કે દુઃખની ઘડીમાં પણ માનવતાની સેવા શક્ય છે.

 

View this post on Instagram

 

A post shared by TCX.official (@tellychakkar)


વીર શર્મા એક લોકપ્રિય બાળ કલાકાર હતા, જેમણે ‘શ્રીમદ રામાયણ’  શોમાં લક્ષ્મણનું પાત્ર ભજવ્યું હતું. તેઓ આગામી ફિલ્મમાં યુવા સૈફ અલી ખાન નું પાત્ર ભજવવા માટે તૈયાર હતા. તેમના ભાઈ શૌર્ય શર્મા   IITની તૈયારી કરી રહ્યા હતા અને ખૂબ તેજસ્વી વિદ્યાર્થી ગણાતા હતા. બંને રીટા શર્મા અને જીતેન્દ્ર શર્મા ના પુત્રો હતા. દુર્ઘટના સમયે રીટા મુંબઈમાં અને જીતેન્દ્ર કોટામાં એક ઇવેન્ટમાં હાજર હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More