ચંકી પાંડે તેની પત્ની ભાવના પાંડે અને બાળકો સાથે મુંબઈના બાંદ્રા વિસ્તાર માં રહે છે 

તાજેતર માં ફરાહ ખાન તેના કુક દિલીપ સાથે ચંકી પાંડે ના ઘરે પહોંચી હતી જ્યાં તેને અભિનેતા ના ઘર ની ઝલક બતાવી હતી.  

આ દરમિયાન ફરાહ અભિનેતા ના ડાઇનિંગ એરિયા માં ઉભી રહી એક પેઇન્ટિંગ બતાવી રહી છે. 

ચંકી પાંડે નો લિવિંગ રૂમ સુંદર ચિત્રો અને ઝુમ્મરથી શણગારેલો છે જેમાં આધુનિક તત્વો અને બોલ્ડ રંગોનો સમાવેશ કરવામાં આવ્યો છે 

ડ્રોઇંગ રૂમની બાજુમાં ઘરનો બાર વિસ્તાર છે. ચંકી ના  બારની થીમ ક્લાસિક છતાં આધુનિક છે. 

ચંકી પાંડેના ઘરની એક ખાસ વાત તેનું સનરૂફ છે. છત એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે કુદરતી પ્રકાશ અને સૂર્યપ્રકાશને અંદર આવવા દે અને સાથે સાથે વરસાદ અને ભારે પવનથી પણ સુરક્ષિત રહે 

ચંકી પાંડેના ઘરમાં કેટલાક અનોખા સુશોભન સાધનો છે. ટેબલ અને રેક પર મુકેલી મીણબત્તીઓ અને સુશોભન વસ્તુઓ જોવાલાયક છે. 

ચંકી પાંડેના ઘરમાં એક મોટો બગીચો છે.જે ચંકી પાંડે ના ઘર ની શોભા વધારી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow