Bobby Deol: શાહરુખના પુત્ર આર્યનના ડિરેક્ટોરિયલ ડેબ્યુ માટે બોબી દેઓલ બન્યો સપોર્ટ સિસ્ટમ, જાણો કેમ સ્ક્રિપ્ટ વાંચ્યા વિના સાઈન કરી ધ બેડસ ઓફ બોલિવૂડ

Bobby Deol: બોબી દેઓલે આર્યન ખાનની ધ બેડસ ઓફ બોલિવૂડ સ્ક્રિપ્ટ વાંચ્યા વિના સાઇન કરી હતી. અભિનેતા એ આવું કેમ કર્યું તેની પાછળ નું કારણ પણ જણાવ્યું છે.

by Zalak Parikh
Bobby Deol Signed Aryan Khan’s ‘The Bads of Bollywood’ Without Reading Script, Here’s Why

News Continuous Bureau | Mumbai

Bobby Deol: બોલિવૂડ અભિનેતા બોબી દેઓલ એ તાજેતરમાં ખુલાસો કર્યો છે કે તેણે આર્યન ખાન ની ડિરેક્ટોરિયલ ડેબ્યુ વેબ સિરીઝ  ધ બેડ્સ ઓફ બોલીવૂડ સ્ક્રિપ્ટ વાંચ્યા વિના સાઇન કરી હતી. બોબી દેઓલ એ કહ્યું કે જ્યારે  રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ તરફથી કોલ આવ્યો કે આર્યન શો ડિરેક્ટ કરી રહ્યો છે, ત્યારે તેણે તરત જ હા પાડી દીધી.

આ સમાચાર પણ વાંચો : Karan Johar New Show: શાર્ક ટેન્ક ને ટક્કર આપવા આવી રહ્યો છે કરણ જોહર! ઇન્ડસ્ટ્રી ના આ દિગ્ગ્જ્જો સાથે શરૂ કરી રહ્યો છે પીચ ટૂ ગેટ રિચ શો

શાહરુખના પુત્ર માટે બોબી દેઓલ બન્યો સહારો

બોબી દેઓલે કહ્યું, “મને ખબર છે કે ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવવી કેટલી મુશ્કેલ છે. અને જો તમે  શાહરુખ ખાન ના પુત્ર હો તો એ ચેલેન્જ વધુ મોટી હોય છે. આર્યને ટફેસ્ટ જોબ  પસંદ કરી છે –  ડિરેક્ટિંગ. એટલે હું તેને સપોર્ટ કરવા માટે તૈયાર છું.” બોબી દેઓલે કહ્યું કે શાહરુખે પણ  બોબી ના પિતાની જેમ ઇન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કર્યો છે. “શાહરુખે હંમેશા મને રિસ્પેક્ટ આપી છે અને ખાસ અનુભવ કરાવ્યો છે. એટલે હું આર્યન સાથે કામ કરવા માટે તૈયાર હતો.” બોબી ને સ્ક્રિપ્ટ સાંભળવા માટે વિનંતી પણ કરવામાં આવી હતી, છતાં તેણે ના પાડી દીધી.

 

View this post on Instagram

 

A post shared by Times Now (@timesnow)


આ વેબ સિરીઝમાંબોબી દેઓલ ઉપરાંત મોના સિંહ, લક્ષ્ય લાલવાણી, રાઘવ જુયાલ, મનોજ પાહવા, રજત બેદી અને ગૌતમી કપૂર પણ મહત્વના રોલમાં છે.  સિરીઝ ના ક્લાઈમેક્સ અને આર્યન ના  ડિરેકશન ની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ સિરીઝમાં લગભગ 50  કેમિયો રોલ્સ છે અને હવે તેની બીજી  સીઝન પણ આવવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More