Param Sundari OTT: થિયેટર બાદ હવે ઓટિટિ રિલીઝ માટે પણ તૈયાર છે પરમ સુંદરી, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો સિદ્ધાર્થ અને જ્હાન્વી ની ફિલ્મ

Param Sundari OTT: સિદ્ધાર્થ મલ્હોત્રા અને જ્હાન્વી કપૂર અભિનીત ફિલ્મ ‘પરમ સુંદરી’ થિયેટરોમાં સફળતા મેળવ્યા બાદ હવે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા માટે તૈયાર છે.

by Zalak Parikh
Param Sundari to Debut on OTT This Month Know When and Where to Watch

News Continuous Bureau | Mumbai

Param Sundari OTT: સિદ્ધાર્થ મલ્હોત્રા અને જ્હાન્વી કપૂર અભિનીત ફિલ્મ પરમ સુંદરીને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરવાની સાથે વિવેચકો તરફથી પણ પ્રશંસા મેળવી હતી. બે અલગ-અલગ રાજ્યોની આ અનોખી લવ સ્ટોરીને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો, જેને જ્હાન્વી અને સિદ્ધાર્થની અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મ ગણાવવામાં આવી. હવે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. એક અહેવાલ મુજબ, પરમ સુંદરી આ મહિનામાં જ OTT પર રિલીઝ થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : Karan Johar: નેપોટિઝમ નો બાદશાહ કરણ જોહર તેના બાળકો ને ફિલ્મ સ્ટાર બનાવવા નથી માંગતો, જાણો ફિલ્મ મેકર નો અનોખો પ્લાન

 OTT રિલીઝ

અહેવાલ મુજબ, સિદ્ધાર્થ અને જ્હાન્વીની ફિલ્મ પરમ સુંદરી 24 ઓક્ટોબરના રોજ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ શકે છે. જોકે, ફિલ્મ સાથે જોડાયેલી કોઈ સત્તાવાર પુષ્ટિ હજી સુધી થઈ નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે દિવાળી પછી આ ફિલ્મ OTT પર ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે.


સિદ્ધાર્થ મલ્હોત્રા અને જ્હાન્વી કપૂરની આ સાથેની પહેલી ફિલ્મ હતી. તેમની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. ખાસ કરીને તેમના પર ફિલ્માવવામાં આવેલું ગીત ‘પરદેસિયા’ રિલીઝના આટલા સમય પછી પણ લોકપ્રિય છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More