News Continuous Bureau | Mumbai
Donald Trump અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે તેમણે વિશ્વમાં સાત દેશો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો અંત કરાવ્યો. એટલું જ નહીં, તેમણે એ પણ પુનરોચ્ચાર કર્યો કે ભારત-પાકનો સંઘર્ષ પણ તેમણે જ સમાપ્ત કરાવ્યો. જોકે, ભારતે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે આ મામલે કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થીની કોઈ શક્યતા નથી.
ટેરિફને બતાવ્યું શાંતિ નું કારણ
જ્યારે તેમને ટેરિફ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે જો મારી પાસે ટેરિફ લગાવવાનો અધિકાર ન હોત, તો સાતમાંથી ઓછામાં ઓછા ચાર યુદ્ધો ચાલુ હોત. તેમણે દાવો કર્યો કે આ ટેરિફ જ આ વર્ષની શરૂઆતમાં સશસ્ત્ર સંઘર્ષ દરમિયાન બે પરમાણુ શક્તિ ધરાવતા પડોશીઓ વચ્ચે યુદ્ધવિરામ કરારનું કારણ બન્યા.
ટેરિફથી અમેરિકા બન્યું શાંતિદૂત
એક મીડિયા હાઉસ ના રિપોર્ટ અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે અમારા દ્વારા લાદવામાં આવેલા ટેરિફને કારણે અમેરિકા હવે શાંતિદૂત બન્યું છે. એટલું જ નહીં, ટેરિફને કારણે અમેરિકા કરોડો ડોલરની કમાણી કરી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : China: ચીને F-35 ને ટક્કર આપવા માટે તૈયાર કર્યું J-20A ‘માઇટી ડ્રેગન’, જાણો કેટલું છે ખતરનાક
ટ્રમ્પ ભારત-પાક યુદ્ધવિરામનો શ્રેય લેતા રહ્યા છે
નોંધનીય છે કે આ પહેલો મોકો નથી જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિએ આ પ્રકારનો દાવો કર્યો હોય. આ પહેલા પણ ઘણી વખત ટ્રમ્પે આ દાવો કર્યો છે. જણાવી દઈએ કે 10 મે 2025ના રોજ જ્યારે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે વોશિંગ્ટનની મધ્યસ્થતામાં રાતભર ચાલેલી લાંબી વાતચીત બાદ ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા છે, ત્યારથી તેમણે ઘણી વખત આ દાવો પુનરાવર્તિત કર્યો છે કે તેમણે નવી દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચે તણાવનો ઉકેલ લાવવામાં મદદ કરી છે.