મિલિંદ સોમનનું નામ બોલિવૂડના સૌથી ફિટ કલાકારોમાં ટોચ પર આવે છે. 59 વર્ષની ઉંમરે પણ તેમની ઊર્જા અને ફિટનેસ જોઈને કોઈ પણ દંગ રહી જાય 

મૉડલ, અભિનેતા અને ફિટનેસ આઇકન મિલિંદ સોમન આજે પણ લાખો લોકો માટે પ્રેરણા છે. નવેમ્બરમાં તેઓ 60 વર્ષના થઈ જશે, છતાં તેમની ઊર્જા અને ચહેરાની ચમક અકબંધ છે. 

મિલિંદ સોમન માને છે કે તેની ફિટનેસ અને એનર્જીનું રહસ્ય સાધારણ અને હેલ્ધી ડાયટ છે.તે પ્રોસેસ્ડ ફૂડ  થી દૂર રહે છે અને કુદરતી આહારને જ મહત્ત્વ આપે છે. આ જ તેમને વધતી ઉંમર છતાં ફિટ અને યુવાન રાખે છે.

મિલિંદ દિવસની શરૂઆત માત્ર ફળોથી જ કરે છે. તે આખું પપૈયું અથવા નાના હોય તો બે પપૈયા ખાય છે અને અડધું તરબૂચ પણ ખાઈ લે છે.જે પણ મોસમી ફળ ઉપલબ્ધ હોય, તે ખાય છે. જેમ કે, કેરીની સીઝનમાં પાંચ-છ કેરી પણ ખાઈ લે છે 

મિલિંદ સોમન નું પ્રિય ભોજન દાળ, ભાત અને શાકભાજીની સાદી પણ પોષક તત્ત્વોથી ભરપૂર થાળી છે. 

મિલિંદ ને વિવિધ પરંપરાગત ભોજન પસંદ છે જેમ કે મહારાષ્ટ્રિયન, બંગાળી, આસામી અને જાપાનીઝ વાનગીઓ, પરંતુ શરત એ છે કે ખોરાક પરંપરાગત અને ઓથેન્ટિક રીતે બનાવવામાં આવ્યો હોય. 

મિલિંદ પચવામાં ભારે હોય તેવા નોન-વેજ ખોરાકથી દૂર રહે છે અને ડિનર પણ હળવું રાખે છે.તેનું ભોજન કેલરી ગણવાને બદલે સંતોષ અને ગુણવત્તા પર આધારિત હોય છે.

મિલિંદ સોમનની તંદુરસ્ત આહારની ફિલસૂફી સરળ અને ટકાવી શકાય તેવી છે: મોસમી અને સંપૂર્ણ ખોરાક પર વિશ્વાસ રાખવો. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow