News Continuous Bureau | Mumbai
હિંદુ પંચાંગ અનુસાર, લાભ પંચમી કાર્તિક મહિનાની શુક્લ પક્ષની પંચમી તિથીએ ઉજવાય છે. આ તિથિને સૌભાગ્ય પંચમી અને જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને ગુજરાત માં આ તહેવાર ખૂબ ઉત્સાહથી મનાવવામાં આવે છે. આ વર્ષે લાભ પંચમી 26 ઓક્ટોબર, રવિવારના દિવસે છે.
લાભ પંચમીના શુભ મુહૂર્ત
- તિથિ શરૂ: 26 ઓક્ટોબર, સવારે 3:48
- તિથિ સમાપ્ત: 27 ઓક્ટોબર, સવારે 6:04
- પૂજા મુહૂર્ત: 26 ઓક્ટોબર, સવારે 6:29 થી 10:13 સુધી
આ સમય દરમિયાન માતા લક્ષ્મી, ગણેશજી અને શિવજી ની પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે.
લાભ પંચમીનું મહત્વ
દિવાળીના પાંચમા દિવસે આવતી લાભ પંચમી ખાસ કરીને બિઝનેસ કમ્યુનિટી માટે મહત્વપૂર્ણ છે. આ દિવસે નવા વહી-ખાતા શરૂ કરવામાં આવે છે અને તેમાં શુભ-લાભ અને સ્વસ્તિક ના ચિહ્ન બનાવવામાં આવે છે. આ દિવસે નવો વ્યવસાય , દુકાન કે ફેક્ટરી શરૂ કરવી શુભ માનવામાં આવે છે.
લાભ પંચમીની પૂજા વિધિ
- વહેલી સવારે સ્નાન કરીને શુદ્ધ થાઓ
- સૂર્યદેવ ને અર્ઘ્ય આપો
- પૂજા સ્થાને ગણેશજી,લક્ષ્મીજી અને શિવજી ની મૂર્તિ સ્થાપિત કરો
- ગણેશજીને ચંદન, ફૂલ, દુર્વા અર્પિત કરો
- શિવજીને બેલપત્ર, ધતૂરા અને સફેદ વસ્ત્ર અર્પિત કરો
- લક્ષ્મીજીને હલવો અને પૂરીનો ભોગ લગાવો
- આરતી કરો અને પ્રસાદ વહેંચો
આ સમાચાર પણ વાંચો : Guru Transit : ગુરુના કર્ક રાશિમાં પ્રવેશથી આ ત્રણ રાશિના અટકેલા કામ થશે પૂર્ણ, લગ્નમાં આવતી અડચણો દૂર થશે
આ રીતે કરેલી પૂજાથી બિઝનેસ ગ્રોથ , સમૃદ્ધિ અને પારિવારિક શાંતિ મળે છે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)