News Continuous Bureau | Mumbai
Donald Trump અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૉલ્ટર રીડ નેશનલ મિલિટરી મેડિકલ સેન્ટરમાં પોતાનું રૂટિન હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું. આ દરમિયાન તેમણે કોવિડ-19 વેક્સિનનો (COVID-19 Vaccine) નવો બૂસ્ટર ડોઝ પણ લીધો, જેના કારણે સોશિયલ મીડિયા પર ભારે હંગામો મચી ગયો છે. ટ્રમ્પે ભૂતકાળમાં ઘણી વખત કોવિડ રસી સામે શંકા વ્યક્ત કરી હતી અને તેમના કેટલાક સમર્થકો તેને ‘ઝેર’ કે ‘ષડયંત્ર’ કહેતા હતા.
હેલ્થ ચેકઅપ અને ડૉક્ટરનો રિપોર્ટ
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું કે ટ્રમ્પની આ વિઝિટ નિયમિત આરોગ્ય મૂલ્યાંકનનો ભાગ હતી. જેમાં એડવાન્સ ઇમેજિંગ, લેબ ટેસ્ટ અને ઘણા સ્પેશિયાલિસ્ટ ડોકટરો દ્વારા કરવામાં આવેલી તપાસનો સમાવેશ થાય છે. તેમના અંગત ચિકિત્સકના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પનું એકંદરે સ્વાસ્થ્ય ઉત્તમ છે, અને તેમની “કાર્ડિયાક એજ” (હૃદયની ઉંમર) તેમની વાસ્તવિક ઉંમર કરતાં લગભગ 14 વર્ષ ઓછી મળી આવી છે.
કોવિડ બૂસ્ટર અને ફ્લૂ શૉટ
ડોકટરોના જણાવ્યા અનુસાર, આ વિઝિટ દરમિયાન ટ્રમ્પે કેટલાક પ્રિવેન્ટિવ હેલ્થ સ્ક્રીનિંગ અને રસીકરણ પણ કરાવ્યા હતા, જેમાં કોવિડ વેક્સિનનો અપડેટેડ બૂસ્ટર અને વાર્ષિક ફ્લૂ શૉટનો સમાવેશ થાય છે. આ રસીકરણના સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયા પર લોકોએ સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે કે જે વેક્સિનને ટ્રમ્પ અને તેમના સમર્થકો પહેલાં ‘ઝેર’ કહેતા હતા, તે હવે કેમ લીધી?
આ સમાચાર પણ વાંચો : Nobel Peace Prize: શું ડોનાલ્ડ ટ્રમ્પને આખરે નોબેલ શાંતિ પુરસ્કાર મળી ગયો? વિજેતા માચોડોના નિવેદનથી ખળભળાટ
સોશિયલ મીડિયા પર સવાલો
સોશિયલ મીડિયા યુઝર્સ સવાલ કરી રહ્યા છે કે શું ટ્રમ્પ હવે હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસિસ સેક્રેટરી રોબર્ટ એફ. કેનેડી જુનિયર (RFK Jr.) ના રસીના વલણથી અલગ રસ્તો અપનાવી રહ્યા છે? તાજેતરમાં, સીડીસીએ 65 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોવિડ રસીની ભલામણોમાં છૂટછાટ આપી હતી. ઘણા યુઝર્સનું કહેવું છે કે જો ટ્રમ્પે અગાઉ કરોડો અમેરિકનોને રસીથી ડરાવ્યા હતા, તો શું હવે તેમને આ વેક્સિન ‘ઝેર’ નથી લાગતી? હાલમાં ઉત્તમ સ્વાસ્થ્યમાં રહેલા ટ્રમ્પ ટૂંક સમયમાં મધ્ય પૂર્વ શાંતિ વાટાઘાટો માટે મિસ્રની યાત્રા પર જઈ શકે છે.