News Continuous Bureau | Mumbai
Abhishek Bachchan Filmfare: 11 ઓક્ટોબર 2025ની સાંજ અભિષેક બચ્ચન માટે ખૂબ જ ખાસ રહી. જ્યાં એક તરફ તેમના પિતા અમિતાભ બચ્ચન એ 83મો જન્મદિવસ ઉજવ્યો, ત્યાં બીજી તરફ અભિષેકને તેમના ફિલ્મી કરિયરના 25 વર્ષ બાદ પ્રથમ વખત શ્રેષ્ઠ અભિનેતા તરીકે ફિલ્મફેર એવોર્ડ મળ્યો. આ અવોર્ડ તેમને ફિલ્મ ‘I Want To Talk’ માટે મળ્યો, જે તેમણે કાર્તિક આર્યન સાથે શેર કર્યો.
આ સમાચાર પણ વાંચો : Shahrukh khan manager: શાહરુખ ખાનની મેનજર પૂજા દડલાની કરે છે વર્ષે અધધ આટલી કમાણી, તેની વાર્ષિક ઈન્કમ આગળ IAS પણ રહી જાય પાછળ!
એવોર્ડ મળતાં ભાવુક થયા અભિષેક
એવોર્ડ મળ્યા બાદ અભિષેક સ્ટેજ પર ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું, “આ એવોર્ડ માટે મેં કેટલીય વખત સ્પીચ તૈયાર કરી છે. આજે મારા પરિવાર સામે એવોર્ડ મળવો મારા માટે ખૂબ ખાસ છે.” તેમણે કાર્તિક આર્યનને પણ આ અવસર પર અભિનંદન આપ્યા અને કહ્યું કે કાર્તિકે તેમને બોલવા માટે મજબૂર કર્યો.અભિષેકે તેમના માતા જયા બચ્ચન, પત્ની ઐશ્વર્યા રાય અને દીકરી આરાધ્યા નો ખાસ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે તેમના પરિવારના સપોર્ટ વગર આ શક્ય ન હોત. “મારા પિતા અને દીકરી મારા હીરો છે,” એમ તેમણે કહ્યું.
View this post on Instagram
અભિષેકે યુવા કલાકારોને સંદેશ આપ્યો કે “25 વર્ષની મહેનત અને આત્મવિશ્વાસથી સફળતા મળે છે. પોતાના પર વિશ્વાસ અને સતત મહેનત કરો.” તેમણે ફિલ્મની ટીમ અને તમામ દિગ્દર્શકોનો આભાર માન્યો જેમણે વર્ષો સુધી તેમને મોખરાનું સ્થાન આપ્યું.