News Continuous Bureau | Mumbai
Ginger-Based Desi Drink: સાફ અને ચમકદાર ત્વચા માટે લોકો અનેક મોંઘા ટ્રીટમેન્ટ અને પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, છતાં પરિણામ મળતું નથી. આવી સ્થિતિમાં એક ઘરેલું દેશી ડ્રિંક તમારા માટે ચમત્કારિક સાબિત થઈ શકે છે. આ ડ્રિંક માત્ર 2 મિનિટમાં બની જાય છે અને ત્વચાને અંદરથી પોષણ આપે છે.
કઈ સામગ્રીથી બને છે આ ડ્રિંક?
- આમળા (Amla): વિટામિન Cથી ભરપૂર, ત્વચાને ચમક આપે
- આદુ (Ginger): એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર
- મીઠો લીમડો (Curry Leaves): ડિટોક્સ માટે ઉત્તમ
- કાળા મરી પાવડર (Black Pepper): પાચન સુધારે અને રક્તશુદ્ધિ કરે
ડ્રિંક બનાવવાની રીત
- આમળા, આદુ અને મીઠા લીમડા ને ધોઈને કાપી લો
- મિક્સરમાં થોડું પાણી સાથે પીસી લો
- મિશ્રણમાંથી રસ ગાળી લો
- તેમાં કાળા મરી પાવડર ઉમેરો
- આ ડ્રિંકને આઈસ ટ્રેમાં ભરીને ફ્રીઝ કરો
- રોજ એક ક્યુબ પાણીમાં નાખીને પીવો
આ સમાચાર પણ વાંચો : Skincare Tips: વિટામિન-C અને રેટિનોલ ત્વચાને યુવાન અને ચમકદાર બનાવે છે, પણ ખોટી રીતથી ઉપયોગ કરવાથી નુકસાન પણ થઈ શકે, જાણો ડર્મેટોલોજિસ્ટ શું સલાહ આપે છે
ફાયદા શું છે?
- ત્વચાને અંદરથી પોષણ મળે છે
- ડિટોક્સ પ્રક્રિયા ઝડપી થાય છે
- ત્વચા પર નેચરલ ગ્લો આવે છે
- પાચનતંત્ર મજબૂત બને છે
- મોંઘા મેકઅપ અને ટ્રીટમેન્ટની જરૂર નથી રહેતી
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)