News Continuous Bureau | Mumbai
Lalu Yadav લાલુ યાદવે ચૂંટણી પંચના એક અધિકારીની પત્નીને RJDની ટિકિટ આપીને બધાને ચોંકાવી દીધા છે. અધિકારીની પત્ની પરસા વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડશે. આ નિર્ણયથી બિહારના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. રાજદ (RJD) પ્રમુખ લાલુ યાદવે બિહારના CGST કમિશનર અને નિર્વાચન આયોગના નોડલ અધિકારી વિજય સિંહ યાદવની પત્ની ડૉ. કરિશ્માને સારણ જિલ્લાના પરસા વિધાનસભા ક્ષેત્રમાંથી સિમ્બલ (Symbol) આપ્યું છે. કરિશ્મા તેજ પ્રતાપ યાદવની સાળી અને પૂર્વ મુખ્યમંત્રી દરોગા રાયની પૌત્રી છે.
તેજ પ્રતાપના નેતૃત્વમાં કામ કરવા આવી
કરિશ્માએ ઇન્ટરનેટ મીડિયા પોસ્ટમાં કહ્યું, “હું રાજદમાં કોઈ લાલચથી નથી આવી, પણ તેજસ્વી અને તેજ પ્રતાપના નેતૃત્વમાં કામ કરવા આવી છું. દરેક કિરદાર નિભાવવા માટે તૈયાર છું. લાલુ પરિવાર મારા માટે પરિવાર સમાન છે.” તેમણે કહ્યું કે લાલુ અને દરોગા રાયનો આદર્શ તેમના માટે એક માર્ગદર્શક જેવો છે. પાર્ટીને આશા છે કે યુવા અને ગ્રામીણ મતદારોમાં તેની સકારાત્મક અસર પડશે.
આ સમાચાર પણ વાંચો : Commonwealth Games 2030: ઐતિહાસિક જીત! અમદાવાદમાં યોજાશે 2030 કોમનવેલ્થ ગેમ્સ: ભારતને યજમાની કેવી રીતે મળી?
ઐશ્વર્યાની પિતરાઈ બહેનને ટિકિટ
નોંધનીય છે કે દરોગા રાયના પુત્ર ચંદ્રિકા રાયની પુત્રી ઐશ્વર્યા રાય અને તેજ પ્રતાપ યાદવના છૂટાછેડા મામલો હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે. વર્ષ 2018 માં બંનેના લગ્ન થયા હતા, પણ આ લગ્ન વધારે દિવસો સુધી ટકી શક્યા નહીં. તેજ પ્રતાપે 6 મહિના પછી જ છૂટાછેડા ની અરજી આપી દીધી હતી. ત્યારથી બંને પરિવારોના સંબંધો બગડી ચૂક્યા છે. આવી સ્થિતિમાં ચૂંટણીમાં ઐશ્વર્યાની પિતરાઈ બહેનને ટિકિટ આપવી એ લાલુ યાદવનો એક દાંવ માનવામાં આવે છે.